________________
લલિત વાદ્રય
પ૭૫
૧. સત્યહરિશ્ચન્દ્ર
રામચન્દ્રસૂરિએ આને પોતાનું આદિ રૂપક કહ્યું છે. તેને નાટક કહેવામાં આવ્યું છે. તેની કથાવસ્તુ સત્યવાદી હરિશ્ચન્દ્ર સંબંધી છે. આ કથાનો આધાર મહાભારત છે પરંતુ અભિનયને અનુકૂળ પરિવર્તનો કરવામાં આવ્યાં છે. આમાં છ અંક છે.
મહાભારતમાં હરિશ્ચન્દ્ર સ્વપ્રમાં વિશ્વામિત્રને રાજ્ય આપી દે છે અને પોતાના સત્યની પરીક્ષાનું દુ:ખ સહન કરે છે. અહીં તે એક આશ્રમની હરિણીનો શિકાર કરવાથી તેના પ્રાયશ્ચિત્તરૂપે યાતનાઓનો ભાર ઉઠાવી લે છે. રાણી સુતારા અને રાજપુત્ર રોહિતાશ્વની સાથે રાજા રાજ્ય છોડી જતાં પ્રજાના ઉદ્દેગના ભાવને વ્યક્ત કરવામાં કવિ જોશમાં આવી જાય છે. આ કરુણ ઘટનાને કવિએ એવી રીતે વર્ણવી છે કે ભવભૂતિના ઉત્તરરામચરિતનું સ્મરણ થઈ આવે છે. ચોથા અંકમાં માંત્રિક દ્વારા સુતારાને રાક્ષસીના રૂપમાં ઉપસ્થિત કરવાની ઘટના રાજશેખરના કપૂરમંજરીસટ્ટકની યાદ કરાવે છે જેમાં ભૈરવાનંદ કપૂરમંજરીને સ્નાનાદ્રિ વસ્ત્રમાં ઉપસ્થિત કરે છે. પરંતુ રામચન્દ્રનું આ ચિત્રણ રંગમંચની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તેવી જ રીતે પાંચમા અંકમાં હરિશ્ચન્દ્ર માંસખંડ આપવાની ઘટના નાગાનન્દનાટકનું સ્મરણ કરાવે છે જેમાં શંખચૂડને બચાવવા માટે જીમૂતવાહન ગરુડને પોતાનો બલિ આપે છે. - કવિએ પોતાના “નાદર્પણ'ના સિદ્ધાન્ત “નાટક જીવનમાં સુખ અને દુઃખ બન્નેનું પ્રતિબિંબ હોય છે ને દર્શાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. કવિએ નાટકમાં એટલા બધાં પદ્યોની રચના કરી છે કે નાટ્યવ્યાપારના સ્વાભાવિક પ્રવાહમાં બાધા પહોંચે છે. સંભવતઃ આ વિષયમાં તેમની આ આદિ કૃતિ હતી તેથી આવું થયું હશે. આ નાટક સુભાષિતો અને કહેવતોથી ભરપૂર છે. તેનો સન ૧૯૧૩માં ઈટાલિયન ભાષામાં અનુવાદ થયો છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨, ૪૬૦; નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, અત્રે અને પૌરાણિક દ્વારા
સંપાદિત; સત્યવિજય જૈન ગ્રન્થમાલામાં મુનિ માનવિજય દ્વારા સંપાદિત અને સત્ય શ્રી હરિશ્ચન્દ્ર નૃપતિ પ્રબન્ધ અન્તર્ગત અંકવિભાગ દીધા વિના પ્રકાશિત, અમદાવાદ, ૧૯૨૪; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૪ ઉપર સંક્ષિપ્ત પરિચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org