________________
પ૭૪
જૈન કાવ્યસાહિત્ય
સૌપ્રથમ અહીં અમે રામચન્દ્ર કવિએ રચેલી નાટકકૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. પહેલાં કવિનો પરિચય આપીએ છીએ. કવિ રામચન્દ્ર
હેમચન્દ્રાચાર્યના શિષ્યોમાં રામચન્દ્ર સર્વપ્રધાન હતા. રામચન્દ્રના વ્યક્તિગત જીવનના સંબંધમાં અધિક જાણકારી નથી તો પણ પં. લાલચંદ ગાંધીએ નવવિલાસની ભૂમિકામાં લખ્યું છે કે રામચન્દ્ર વિ.સં.૧૧૪પમાં જન્મ્યા હતા. તેમને સં. ૧૧૬૬માં સૂરિપદ મળ્યું હતું. તે સં. ૧૨૨૮માં હેમચન્દ્રના શિષ્ય બન્યા અને પટ્ટધર બન્યા અને સં. ૧૨૩૦માં સ્વર્ગવાસી થયા. પ્રભાવકચરિતમાં હેમચન્દ્રનું જીવનચરિત્ર પ્રકટ કરતાં કહેવામાં આવ્યું છે કે રામચન્દ્ર એક યોગ્ય શિષ્ય હતા જે હેમચન્દ્રની પરંપરાને ચલાવી શકતા હતા.
ગુજરાતના નાટ્યકારોમાં રામચન્દ્ર સર્વોચ્ચ હતા. તેમણે નાટ્યશાસ્ત્રનું પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેમની તે વિષયની કૃતિ નાટ્યદર્પણ એક મૌલિક રચના છે. તેમાં નાટકના પ્રકારો, સ્વરૂપ અને રસોનું એવું વર્ણન કર્યું છે જે ભારતના નાટ્યશાસ્ત્રથી ભિન્ન છે. તેમાં કેટલાંય ઉપલબ્ધ અને અનુપલબ્ધ નાટકોના પણ ઉલ્લેખો છે જેમાં ખુદ કવિની રચનાઓ પણ છે. તેમાં વિશાખદત્તના એક લુપ્ત નાટક “દેવીચન્દ્રગુપ્તમાંથી અનેક ઉદ્ધરણો આપ્યાં છે જે ગુપ્ત ઈતિહાસની લુપ્ત કડીઓ સંકલિત કરવામાં ઘણાં પ્રમાણિત સિદ્ધ થયાં છે.
તેમની શૈલીમાં પ્રતિભા અને પ્રવાહ છે. તે આ કલામાં નિપુણ હતા, સાધારણમાં સાધારણ કહાનીને કેવી રીતે સુંદરતમ નાટકીય રૂપમાં પરિવર્તિત કરવી તેનું અદૂભુત કૌશલ તેમનામાં હતું. તેમણે ભાવાભિવ્યક્તિમાં પર્યાપ્ત મૌલિકતા પ્રદર્શિત કરી છે. તે ઉપરાંત તે પ્રથમ શ્રેણીના સમાલોચક, કવિતાના હાર્દિક પ્રશંસક અને તત્કાલ સમસ્યાપૂર્તિ કરવામાં નિપુણ હતા. તેમણે અનેક આલંકારિક સ્તોત્રો પણ રચ્યાં છે. રામચન્દ્રસૂરિ ચાર પ્રકારનાં સંસ્કૃત નાટકોના સર્જક હતા : નાટક, પ્રકરણ, નાટિકા અને બાયોગ.
તેમની પૌરાણિક અને કાલ્પનિક કથાવસ્તુ ઉપર રચાયેલી કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ.
૧. ભોગીલાલ જ. સાંડેસરા, હેમચન્દ્રાચાર્ય કા શિષ્યમંડલ; નાટ્યદર્પણ એ ક્રિટિકલ સ્ટડી,
પૃ. ૨૨૯-૨૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org