________________
લલિત વાય
કે બપ્પભિટ્ટના ગુરુભાઈ નન્નસૂરિએ વૃષભજરિત નાટક આમ રાજા (કનોજન૨ેશ)ના રાજદરબારમાં ભજવ્યું હતું. પ્રાચીન જૈન નાટકકૃતિઓમાં શીલાંકાચાર્યના ચઉપ્પણપુરિસચરિયમાં વિબુધાનન્દ નાટક આપવામાં આવ્યું છે. વર્ધમાનસૂરિના મનોરમાચરિત્રની પ્રશસ્તિમાં (વિ.સં.૧૧૪૦) ઉલ્લેખ છે કે બુદ્ધિસાગરસૂરિએ કોઈ નાટક લખ્યું હતું.
૫૭૩
વર્તમાનમાં ઉપલબ્ધ જૈનઅજૈન સંસ્કૃત-પ્રાકૃત નાટકકૃતિઓ સેંકડો છે પરંતુ તે બધીમાં ઉત્કૃષ્ટતમ તો ૨૦થી ભાગ્યે જ વધુ હશે. પ્રાચીન કવિઓ ભાસ, કાલિદાસ, શૂદ્રક, વિશાખદત્ત, ભવભૂતિ અને હર્ષની રચનાઓ તે ઉચ્ચ કોટિની કૃતિઓમાં આવે છે. ઉત્તરકાલીન નાટકકૃતિઓ કેવળ તેમના અનુકરણ જેવી છે.
મધ્યયુગના પ્રારંભકાળ સુધીમાં સંસ્કૃત નાટકના ઈતિહાસનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો હતો, તેમ છતાં વિદ્યા અને અધ્યયનની પરંપરાને ઘણી લગનીથી સુરક્ષિત રાખવામાં આવી અને અભિનયકલાનું પોષણ રાજદરબારો અને સમાજના સુસમ્પન્ન વર્ગના આશ્રયમાં થતું જ રહ્યું.
મધ્યયુગોત્તરકાળમાં જૈન કવિઓ દશ્યકાવ્યના ક્ષેત્રમાં આગળ વધ્યા. ચૌલુક્યયુગીન ગુજરાતમાં જૈનોએ કેવળ નાટકો રચ્યાં અને ભજવ્યાં જ ન હતા પરંતુ નાટ્યશાસ્ત્ર ઉપર પણ ગ્રન્થો રચ્યા હતા. હેમચન્દ્રના કાવ્યાનુશાસનનો ૮મો અધ્યાય અને તેમના શિષ્ય રામચન્દ્રનું નાટ્યદર્પણ તે કાળની પ્રતિનિધિરૂપ રચનાઓ છે. આ રામચન્દ્રે તો ૧૦-૧૧ નાટકોનું સર્જન પણ કર્યું હતું. આ પરંપરા ઉત્તરકાલીન ચૌલુક્યયુગમાં પણ ચાલુ રહી.
ઉપલબ્ધ જૈન નાટકોને કથાવસ્તુના આધારે આપણે પાંચ વિભાગોમાં વહેંચી શકીએ છીએ : પૌરાણિક, ઐતિહાસિક, રૂપકાત્મક (allegorical), કાલ્પનિક અને સાંપ્રદાયિક, પૌરાણિક જેવાં કે રામચન્દ્રકવિકૃત નલવિલાસ, રઘુવિલાસ વગેરે, હસ્તિમલ્લ કૃત મૈથિલીકલ્યાણ, વિક્રાન્તકૌરવ આદિ; ઐતિહાસિક જેવાં કે દેવચન્દ્રકૃત ચન્દ્રલેખાવિજયપ્રકરણ, જયસિંહસૂરિષ્કૃત હમ્મીરમદમર્દન અને નયચન્દ્રકૃત રંભામંજરી; રૂપકાત્મક જેવાં કે મોહરાજપરાજય, જ્ઞાનસૂર્યોદય વગેરે; કાલ્પનિક જેવાં કે રામચન્દ્રકૃત મલ્લિકામકરન્દ, કૌમુદીમિત્રાનન્દ આદિ; સામ્પ્રદાયિક જેવાં કે મુદ્રિતકુમુદચન્દ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org