________________
લલિત વાદ્વય
૫૬૯
અંબિકાસ્તવન', પદ્મનદિ ભટ્ટારકકૃતર રાવણ-પાર્શ્વનાથસ્તોત્ર, શાન્તિજિનસ્તોત્ર, વિતરાગસ્તોત્ર આદિ, શુભચન્દ્ર ભટ્ટારક કૃત શારદાસ્તવન, મુનિસુન્દરકત (૧૪મી સદી) સ્તોત્રરત્નકોષ, ભાનુચન્દ્રગણિકૃત સૂર્યસહસ્રનામસ્તોત્ર આદિ સ્તોત્રો હજારોની સંખ્યામાં જ્ઞાતકર્તૃક અને અજ્ઞાતકર્તક ઉપલબ્ધ થયાં છે. તે બધાંનો ઉલ્લેખ કરવો દુષ્કર છે.
જૈન સમાજમાં સૌથી વધુ પ્રિય બે સ્તોત્રો મનાય છે : એક તો છે માનતુંગાચાર્યનું ભક્તામરસ્તોત્ર જે પ્રથમ તીર્થંકરની સ્તુતિના રૂપમાં રચાયું છે (૪૪ યા ૪૮
શ્લોકોમાં) અને બીજું છે કુમુદચન્દ્ર રચેલું કલ્યાણમદિરસ્તોત્ર (૪૪ શ્લોકો) જેમાં પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. આ બન્ને સ્તોત્ર પોતાના આરાધ્ય પ્રતિ વ્યક્ત કરવામાં આવેલા ભક્તિપૂર્ણ ઉદાર અને સમન્વયાત્મક ભાવોના કારણે ઉચ્ચ કોટિનાં મનાય છે. ભક્તામરના કેટલાક શ્લોકો ધ્યાનાર્હ છે : त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु
નાચઃ શિવઃ શિવપરા મુનીન્દ્ર ! વળ્યા છે ૨રૂ છે त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वस्त्यममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥
૧. મહામાત્ય વસ્તુપાલ કા વિદ્રમંડલ, પૃ. ૧૯૩; જૈનસ્તોત્રસમુચ્ચય, પૃ. ૧૪૩ ૨. અનેકાન્ત, વર્ષ ૯, કિરણ ૭ ૩. ડૉ. કૈલાશચન્દ્ર જૈન, જૈનીઝમ ઈન રાજસ્થાન, સોલાપુર, ૧૯૬૪, પૃ. ૧૬૭ ૪. જૈન સ્તોત્રસંગ્રહ, ભાગ ૨; જિનરત્નકોશ, પૃ. ૪૫૩ ૫. જિનરત્નકોશ, પૃ. ૪૫૨; જૈન યુવક મંડલ, સૂરત, વિ.સં. ૧૯૯૮ ૬. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org