________________
૫૫૨
૧૭-૨૦મી સદીનાં દૂતકાવ્યો
સત્તરમી સદીના મુનિ વિમલકીર્તિએ ચન્દ્રદૂત નામનું એક અન્ય દૂતકાવ્ય રચ્યું છે. તેમાં ૧૬૯ શ્લોકો છે. આ કાવ્ય મેધદૂતની પાદપૂર્તિના રૂપમાં રચાયું છે પરંતુ કવિએ ક્યાંક ક્યાંક ભાવોના સ્પષ્ટીકરણ માટે અધિક શ્લોકો રચી સ્વતંત્રતા પણ દેખાડી છે. તેનો વર્ણવિષય એ છે કે કવિએ ચન્દ્રને સંબોધીને શત્રુંજય તીર્થ ઉપર રહેલા આદિજિનને પોતાની વંદના પહોંચાડી છે. પૂરું કાવ્ય વાંચ્યા પછી પણ એ જાણવા મળતું નથી કે કવિએ પોતાના નમસ્કાર ચન્દ્રમાને કયા સ્થાનથી લઈ જવા કહ્યું. તો પણ રચના ઘણી ભાવપૂર્ણ અને વિદ્વત્તાની પરિચાયક છે. અનેકાર્થ કાવ્યની દૃષ્ટિએ પણ આ દૂતકાવ્યનું મહત્ત્વ છે. તેના કર્તા વિમલકીર્તિ સાધુસુન્દરના શિષ્ય હતા. આ સાધુસુન્દર સાધુકીર્તિ પાઠકના શિષ્ય હતા. પ્રસ્તુત
કાવ્યનો રચનાકાલ સં. ૧૬૮૧ છે.
અઢારમી સદીમાં આપણને પ્રમુખ ત્રણ દૂતકાવ્યો મળે છે. પ્રથમ ચેતોદૂત, બીજું મેઘદૂતસમસ્યાલેખ અને ત્રીજું ઈન્દુદ્ભૂત. પ્રથમ ચેતોદૂતમાં અજ્ઞાત કવિ પોતાના ગુરુનાં ચરણોની કૃપાદૃષ્ટિને જ પોતાની પ્રેયસીના રૂપમાં માનીને તેની પાસે પોતાના ચિત્તને દૂત બનાવીને મોકલે છે. તેમાં ગુરુના યશ, વિવેક અને વૈરાગ્ય આદિનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૧૨૯ મન્દાક્રાન્તામાં રચાયેલા શ્લોકો છે.
જૈન કાવ્યસાહિત્ય
બીજા મેઘદૂતસમસ્યાલેખમાં ઉપાધ્યાય મેઘવિજય ઔરંગાબાદથી પોતાના ગુરુના ચિરવિયોગથી વ્યથિત થઈને તેમની પાસે મેઘને દૂત બનાવીને મોકલે છે. મેઘ ગુરુ પાસે જેવી રીતે સંદેશ લઈને જાય છે તેવી રીતે પ્રતિસંદેશ લઈને પાછો આવે છે. કાવ્યમાં ૧૩૦ મન્દાક્રાન્તાવૃત્તવાળા શ્લોકો છે અને અંતે એક અનુભ્ શ્લોક છે. તેમાં ઔરંગાબાદથી દેવપત્તન (ગુજરાત) સુધીના માર્ગનું વર્ણન આવે છે. વિષય, ભાવ, ભાષા અને શૈલીની ષ્ટિએ આ કાવ્ય બધાં દૂતકાવ્યોમાં શ્રેષ્ઠ
છે.
કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તા અનેક કાવ્યકૃતિઓના સર્જક વિદ્વાન મહોપાધ્યાય મેઘવિજયજી છે. તેમણે કેટલાંય સમસ્યાપૂર્તિકાવ્યો પણ રચ્યાં છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિઓના પ્રસંગમાં આપી દીધો છે. આ કાવ્ય સં. ૧૭૨૭માં પૂરું થયું હતું.
―
Jain Education International
૧. ચન્દ્રદૂત, પ્રશસ્તિ-પદ્ય ૧૬૭-૧૬૮, જિનદત્ત સૂરિ જ્ઞાનભણ્ડાર, સૂરત. ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૦ ૩. એજન
For Private & Personal Use Only
www.jainelibrary.org