________________
જૈન કાવ્યસાહિત્ય
આના પ્રથમ ચાર
સ્તવ – આમાં ‘સિદ્ધવર્ગસમાનાય' આદિ કલાપવ્યાકરણનાં સંધિસૂત્રોની પાદપૂર્તિમાં ૨૩ શ્લોકો રચવામાં આવ્યા છે. ૩. શંખેરશ્વરપાર્થસ્તુતિ શ્લોકોમાં અમરકોષના પ્રથમ શ્લોકનાં ચારેય ચરણોને અત્યંત કુશળતાથી સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. પ્રથમ શ્લોકના પ્રથમ ચરણમાં અમરકોષના પ્રથમ શ્લોકનું પ્રથમ ચરણ, બીજા શ્લોકના બીજા ચરણમાં તેનું બીજું ચરણ, ત્રીજા શ્લોકના ત્રીજા ચરણમાં તેનું ત્રીજું ચરણ, તથા ચોથા શ્લોકના ચોથા ચરણમાં તેનું ચોથું ચરણ છે.
૫૫૬
આ ઉપરાંત કેટલાંય સુભાષિતો, પ્રકીર્ણ પઘો અને અપ્રસિદ્ધ કાવ્યોની પાદપૂર્તિના રૂપમાં જૈન પાદપૂર્તિસાહિત્ય મળે છે. બધાંને ગણાવવા-નોંધવા અહીં શક્ય નથી.
દૂતકાવ્યો અને પાદપૂર્તિસાહિત્ય ઉપરાંત ગીતિકાવ્યના ગેય રસમુક્તક કાવ્યનું એક સુન્દર જૈન ઉદાહરણ ગીતવીતરાગ કાવ્ય છે.
ગીતવીતરાગપ્રબન્ધ
આની રચના જયદેવના ગીતગોવિન્દના અનુકરણમાં કરવામાં આવી છે. તેનો ઉલ્લેખ જિનાષ્ટપદી નામથી પણ જિનરત્નકોશમાં કરવામાં આવ્યો છે, સંભવતઃ તેનું કારણ અષ્ટક યા અષ્ટપદોમાં તેની રચના છે. તેમાં કવિએ તીર્થંકર ઋષભદેવના દસ પૂર્વભવોની કથાનું વર્ણન કરીને સ્તુતિ કરી છે. કથાવસ્તુને ૨૫ લઘુ પ્રબન્ધોમાં વિભક્ત કરવામાં આવી છે, તેમનાં નામ આ પ્રમાણે છે ઃ ૧. મહાબલસદ્ધર્મપ્રશંસા, ૨. મહાબલવૈરાગ્યોત્પાદન, ૩. લલિતાંગવનવિહાર, ૪. શ્રીમતીજાતિસ્મરણ, ૫. વજંઘપટ્ટકથા, ૬. શ્રીમતીસૌરૂપ્યવર્ણન, ૭.
૧. જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૨માં પ્રકાશિત
૨. શ્રી અગરચંદ નાહટાનો લેખ ‘જૈન પાદપૂર્તિ કાવ્યસાહિત્ય', જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૩, કિરણ ૨-૩
૩. જિનરત્નકોશ, પૃ. ૧૦૫, ૧૩૯; ડૉ. આ. ને. ઉપાધ્યે દ્વારા સંપાદિત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ૧૯૭૨માં પ્રકાશિત; શિવાજી વિશ્વવિદ્યાલય, કોલ્હાપુરની પત્રિકા (૧૯૬૯)માં ડૉ. ઉપાધ્યેનો લેખ ‘પંડિતાચાર્ય કા ગીતવીતરાગ'
૪. ઉક્ત કાવ્ય ઉપર ડૉ. ઉપાધ્યેની અંગ્રેજી ભૂમિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org