________________
લલિત વાય
શ્રીમતીવિરહવર્ણન, ૮. ભોગભૂમિવર્ણન, ૯. આર્યના ગુરુગુણનું સ્મરણ, ૧૦. શ્રીધરસ્વર્ગવૈભવવર્ણન, ૧૧. સુવિધિપુત્રસંબોધન, ૧૨. અચ્યુતેન્દ્રદિવ્યશરીરવર્ણન, ૧૩. વજ્રનાભસ્ત્રીવર્ણન, ૧૪. સર્વાર્થસિદ્ધિવિમાનવર્ણન, ૧૫. મરુદેવીવર્ણન, ૧૬. ષોડશસ્વપ્રવર્ણન, ૧૭. પ્રભાતવર્ણન, ૧૮. ભગવજ્રન્માભિષેકવર્ણન, ૧૯. ભગવત્પરમૌદારિકદિવ્યદેહવર્ણન, ૨૦. ભગવદૈરાગ્યવર્ણન, ૨૧. ભગવત્તપોઽતિશયવર્ણન, ૨૨. ભગવત્સમવસરણશાલવેદીવર્ણન, ૨૩. સમવસરણભૂમિવર્ણન, ૨૪. અષ્ટપ્રાતિહાર્યવર્ણન, ૨૫. ભગવાનનું મોક્ષગમન અને અંતે કર્તાનો પરિચય.
૫૫૭
આ ગીતિકાવ્યમાં દશાવતાર સમાન રાજા જયવર્મા, મહાબલ વિદ્યાધર, લલિતાંગદેવ, વજંઘ, આર્ય, શ્રીધર, સુવિધિ, વજ્રનાભિ, સર્વાર્થસિદ્ધિવિમાન અને ઋષભદેવનું ગીતાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે.
ઉક્ત કાવ્યમાં પ્રેમ, જ્ઞાન, સૌન્દર્ય અને ભક્તિનું સમન્વયાત્મક રૂપ દેખાય છે તથા કાવ્યકલાનો ઉચિત સમવાય પણ છે. અહીં પ્રબન્ધકાવ્યોની સ્વાભાવિક સુન્દરતા, ગીતિકાવ્યોની મધુરતા અને સ્તોત્રકાવ્યોની તન્મયતાના દર્શન થાય છે. આમાં ગીતગોવિંદ સમાન જ શૃંગાર અને શાન્તરસની ધારાઓ મળે છે અને કવિનો કલ્પનાવૈભવ નિત્ય નવીન સૃષ્ટિનું સર્જન કરતો દેખાય છે.
આ કાવ્યમાં કલ્પનાચમત્કારની સાથે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયોક્તિ, અર્થાન્તરન્યાસ, અનુમાન, કાવ્યલિંગ વગેરે અલંકારોની શોભા પણ છે. સમાસયુક્ત પદોના પ્રયોગના કારણે તેની શૈલીને ગૌડી શૈલી કહેવાય પરંતુ કોમલ કાન્ત પદાવલીનો સદ્ભાવ હોવાથી તેમાં કઠોરતા આવી નથી.
આ કાવ્યમાં ગીતગોવિન્દની જેમ જ ગીતિતત્ત્વ દેખાય છે, જેમકે ગુર્જરીરાગ, દેશીરાગ, વસન્તરાગ, માણવૌડીરાગ, કન્નડરાગ, આશાવરીરાગ તથા તાલોમાં અષ્ટતાલ, યતિતાલ, યતિયતિતાલ, એકતાલ આદિ. આવી જ રીતે રાગ અને તાલની યોજનાથી આ કાવ્ય પૂર્ણ ગેયરૂપ છે.
આ નૂતન કાવ્યના કેટલાક નમૂનાઓ જોઈએ :
૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃતગીતિકાવ્યાનુચિન્તનમ્, પૃ. ૧૨૬-૪૦; પી. જી. ગોપાલકૃષ્ણ અય્યર, જર્નલ ઓફ ઓરિએન્ટલ રિસર્ચ, મદ્રાસ, ૧૯૨૮, પૃ. ૩૫૦
૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org