________________
૫૬૦
જૈન કાવ્યસાહિત્ય
ઈતિહાસના ચોથા ભાગના ત્રીજા પ્રકરણ ધર્મોપદેશ અંતર્ગત આપ્યો છે. તેવી જ રીતે સંસ્કૃતમાં ગુણભદ્રનું આત્માનુશાસન (૯મી સદી), શુભચન્દ્ર પ્રથમનો જ્ઞાનાર્ણવ, હરિભદ્રકૃત ધર્મબિંદુ અને ધર્મસાર, હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર પ્રકાશ, રત્નમંડનગણિકૃત ઉપદેશતરંગિણી, પધાનન્દનું વૈરાગ્યશતક વગેરે જોવા જેવો છે. તેમનો પણ સંક્ષિપ્ત પરિચય ઉક્ત ભાગના ત્રીજા પ્રકરણમાં આપ્યો છે.
નૈતિક સૂક્તિકાવ્ય રૂપે સંસ્કૃતમાં અમિતગતિનો સુભાષિતરત્નસન્દ્રોહ, અહદાસનું ભવ્યજનકંઠાભરણ, સોમપ્રભનું સૂક્તિમુક્તાવલિકાવ્ય, નરેન્દ્રપ્રભના વિવેકપાદપ, વિવેકકલિકા આદિ છે. આ પ્રકારની અન્ય કૃતિઓમાં મલ્લિષણની સજ્જનચિત્તવલ્લભ (૧૨મી સદી) કૃતિ, અજ્ઞાતકર્તક સિન્દુરખકર યા સોમતિલકસોમપ્રભકૃત શૃંગારવૈરાગ્યતરંગિણી, રાજશેખરકૃત ઉપદેશચિન્તામણિ, હરિસેનનું કપૂરપ્રકર, દર્શનવિજયનું અન્યોક્તિશતક, હંસવિજયગણિની અન્યોક્તિમુક્તાવલી, અજ્ઞાતકર્તક આભાણશતક, ધનરાજકૃત ધનદશતકત્રય, તેજસિંહકૃત દાન્તશતક આદિ ઉલ્લેખનીય છે.
કાવ્યની દૃષ્ટિએ આમાં અનેક (ધર્મ અને નીતિતત્ત્વપ્રધાન) રસેતર મુક્તક કાવ્યો છે અને અનેક રસમુક્તક કાવ્યો પણ છે.
પ્રાકૃતમાં હાલની ગાથાસપ્તશતી સમાન જ વજ્જાલગ્ન નામનું એક રસમુક્તક કાવ્ય મળ્યું છે. વજ્રાલગ્ન
વજ્જા લગ્નમાં ૭૯૫ ગાથાઓ છે. તેમનું સંકલન શ્વેતાંબર મુનિ જયવલ્લભ કર્યું છે. તેમાં પણ અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ સંગૃહીત છે.
વજાલગ્નગત વજ્જા શબ્દ દેશી છે. તેનો અર્થ અધિકાર યા પ્રસ્તાવ થાય છે. એક જ વિષય સાથે સંબંધ ધરાવતી ગાથાઓ એક વજ્જા અંતર્ગત સંકલિત કરવામાં આવી છે, જેમ કે ભતૃહરિના નીતિશતકમાં. જયવલ્લભે પ્રારંભમાં જ આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે :
૧. જિનરત્નકોશમાં આનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૦; પૃ.૨૩૬માં તેનાં પઘાલય, વજાલય વગેરે નામો આપ્યાં છે; બિબ્લિઓથેકા ઈન્ડિકા સિરીઝ (રોયલ એશિયાટિક સોસાયટી ઑફ બેંગોલ), કલકત્તા, ૧૯૧૪-૧૯૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org