________________
લલિત વાક્રય
૫૬૧
विविहकइविइयाणं गाहाणं वरकुलाणि घेत्तूण । रइयं वज्जालग्गं विहिणा जयवल्लहं नाम ॥ ३ ॥ एक्कत्थे पत्थावे जत्थ पढिज्जन्ति पउरगाहाओ ।। तं खलु वज्जालग्गं वज्ज त्ति य पद्धई भणिया ॥ ४ ॥
અર્થાત્ જયવલ્લભે વિભિન્ન કવિઓએ રચેલી સરસ ગાથાઓને ભેગી કરીને વિધિવત વજ્જાલગ્નની રચના કરી છે. તેમાં એક પ્રસ્તાવ યા અધિકારમાં સંબદ્ધ પ્રચુર ગાથાઓનું સંકલન કરવામાં આવ્યું છે. વજ્જા શબ્દ પદ્ધતિ (નીતિશતકની પદ્ધતિ)નું નામાન્તર છે, તેથી તેને વજ્જાલન્ગ કહે છે.
આ કાવ્યના વર્ગો યા પ્રસ્તાવોમાં કવિએ લોકજીવન સાથે જોડાયેલી ભાવનાઓનો સંગ્રહ કર્યો છે. કેટલીક વજ્જાઓનાં નામો આ પ્રમાણે છે : શ્રોતુ, ગાથા, કાવ્ય, સજ્જન, દુર્જન, મિત્ર, સ્નેહ, નીતિ, ધીર, સાહસ, દૈવ, વિધિ, દીન, દારિદ્રય, સુગૃહિણી, સતી, અસતી, કટ્ટિની, વેશ્યા, વસન્ત, ગ્રીષ્મ, પ્રાવૃ, શરદ, હેમન્ત, શિશિર, કમલ, ચન્દન, વટ, તાલ, પલાશ, રત્નાકર, સુવર્ણ, દીપક આદિ.
સજ્જનવક્કામાં કવિએ સજ્જન વિશે જે ઉદાત્ત ભાવાભિવ્યંજક ગાથાઓનું સંકલન કર્યું છે યા તેમાં કેટલીક પોતાની રચેલી ગાથાઓ પણ દાખલ કરી છે તેવા ભાવોનું નિરૂપણ અન્ય કોઈ કવિએ સંભવતઃ નથી કર્યું. સુઘરિણીવામાં ભારતીય લલનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. દરિદ્રવજ્જા વગેરેમાં પણ કવિએ હૃદયસ્પર્શી ભાવોની જ અભિવ્યક્તિ કરી છે. શૃંગારરસપરક પદ્યોમાં પણ કિવિએ ધાર્મિક અને વીર ભાવોને વ્યક્ત કર્યા છે. કર્તા જયવલ્લભ જૈન હોવા છતાં પણ આ સંગ્રહમાં કોઈ પણ જાતની સામ્પ્રદાયિકતા દેખાતી નથી.
અનુમાન કરવામાં આવે છે કે તેનો રચનાકાલ ચોથી સદી છે.
આ કાવ્ય ઉપર સં. ૧૩૯૩માં રત્નદેવગણિએ એક સંસ્કૃત ટીકા લખી છે. આ ટીકાની રચના કરવા પ્રેરનાર કોઈ ધર્મચન્દ્ર હતા. આ ધર્મચન્દ્ર બૃહદ્ગચ્છના માનભદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા. આ ટીકા સાથેના મૂળમાં અનેક ગાથાઓ હેમચન્દ્રરચિત અને સન્દશાસકના લેખક અબ્દુલ રહમાન રચિત છે.
૧. આના વિશેષ પરિચય માટે જુઓ–ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ;
ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ.
૩૭૭-૩૮૩. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org