________________
લલિત વાય
બોધિલાભ કરે છે. બોધિલાભથી ઉચ્ચ ગતિઓમાં જાય છે, તેના રાગાદિ શાન્ત થાય છે વગેરે. આચાર્ય સમન્તભદ્ર સ્તુતિને પ્રશસ્તપરિણામોત્પાદિકા કહે છે. જૈનધર્મ અનુસાર આરાધ્ય તો વીતરાગી હોય છે, તે ન તો કંઈ લે છે કે ન તો કંઈ દે છે પરંતુ ભક્તને તેના સાન્નિધ્યથી એવી તો પ્રેરક શક્તિ મળે છે જેથી તે બધું જ મેળવી શકે છે.
*
જૈનધર્મના પ્રાચીનતમ સ્તોત્ર પ્રાકૃત ભાષામાં મળે છે. તેમાં કુન્દકુન્દ્રાચાર્યકૃત ‘તિસ્થય૨સુદ્ધિ’ તથા ‘સિદ્ધભક્તિ’ આદિ પ્રાચીન છે. ભદ્રબાહુનું રચાયેલું કહેવાતું ‘ઉવસગ્ગહરસ્તોત્ર’પણ પ્રાચીન છે, તે પાંચ પ્રાકૃત ગાથાઓનું છે. તે એટલું તો પ્રભાવક સ્તોત્ર મનાયું છે કે તેના ઉપર સારું એવું પરિકરસાહિત્ય તૈયાર થઈ ગયું છે. તેના ઉપર અત્યાર સુધીમાં ૯ ટીકાઓ લખાઈ છે. પ્રાકૃતનાં અન્ય ઉલ્લેખનીય સ્તોત્રોમાં નન્દિષણકૃત અજિયસંતિથય', ધનપાલકૃત ઋષભપંચાશિકા અને વીરશુઈ, દેવેન્દ્રસૂરિષ્કૃત અનેક સ્તોત્ર જેમ કે ચત્તારિઅટ્ઠદસથવ, સમ્યક્ત્વસ્વરૂપસ્તવ, ગણધરસ્તવ, ચતુર્વિશતિજિનસ્તવ, જિનરાજસ્તવ, તીર્થમાલાસ્તવ, નેમિચરિત્રસ્તવ, પરમેષ્ઠિસ્તવ, પુંડરીકસ્તવ, વીરચરિત્રસ્તવ, શાશ્વતચૈત્યસ્તવ, સપ્તતિશતજિનસ્તોત્ર અને સિદ્ધચક્રસ્તવ, ધર્મઘોષસૂરિનું ઈસિમંડલથોત્ત, નન્નસૂરિનું સત્તરિસયથોત્ત, મહાવીરથવ, પૂર્ણકલશગણિનું સ્તમ્ભનપાર્શ્વજિનસ્તવ, જિનચન્દ્રસૂરિનું નમુક્કારલપગરણ વગેરે.
૧. સ્તુતિ: સ્તોતુઃ સાધો: ઝુરાલપરિણામાય સ તા ।
-
અવેન્મા વા સ્તુત્ય: તમપિ તતસ્તસ્ય 7 સત્તઃ ॥ – સ્વયંભૂસ્તોત્ર, ૨૧.૧. २. सुहृत्त्वयि श्रीसुभगत्वमश्नुते द्विषंस्त्वयि प्रत्ययवत् प्रलीयते ।
भवानुदासीनतमस्तयोरपि प्रभो ! परं चित्रमिदं तवेहितम् ॥
૫૬૫
- એજન, ૧૪. ૧૪
૩. જિનરત્નકોશ, પૃ. ૧૬૮; પ્રભાચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા સહિત, દશભક્તિ, સોલાપુર,
૧૯૨૧
૪. જિનરત્નકોશ, પૃ. ૫૪; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૩૩; જૈનસ્તોત્રસન્દોહ, દ્વિતીય ભાગ, પૃ. ૧-૧૩, અમદાવાદ
૫. જિનરત્નકોશ, પૃ. ૩, અહીં આ સ્તોત્રની ૬ ટીકાઓનો ઉલ્લેખ છે.
Ε
૬. એજન, પૃ. ૫૮, અહીં તેનાં કેટલાંય સંસ્કરણો તથા ૭ ટીકાઓનો ઉલ્લેખ છે. ૭. એજન, પૃ. ૩૬૩; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૩૩ ૮. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org