________________
૫૬૬
જેન કાવ્યસાહિત્ય
અભયદેવસૂરિકૃતિ જયતિહુઅણસ્તોત્ર અપભ્રંશ ભાષામાં છે અને તેમાં સ્તંભનક પાર્શ્વનાથની સ્તુતિ છે. આ પણ પ્રભાવક સ્તોત્રોમાંનું એક છે. દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત પ્રાકૃત નિર્વાણકાંડસ્તોત્ર પણ પ્રિય સ્તોત્રોમાંનું એક છે.
સંસ્કૃત ભાષામાં તો જૈન સ્તોત્ર બહુમુખી ધારામાં પ્રવાહિત થયાં છે. અનેક સ્તોત્ર વિવિધ છંદોમાં અને અલંકારોમાં રચાયાં છે. કેટલાંક શ્લેષમય ભાષામાં છે, તો કેટલાંક પાદપૂર્તિના રૂપમાં છે, તો કેટલાંક વળી દાર્શનિક અને તાર્કિક શૈલીમાં પણ રચાયાં છે. - તાર્કિક શૈલીમાં રચાયેલાં સ્તોત્રોમાં આચાર્ય સમન્તભદ્રકૃત સ્વયમ્ભસ્તોત્ર, દેવાગમસ્તોત્ર, યુજ્યનુશાસનપ અને જિનશતકાલંકાર, આચાર્ય સિદ્ધસેનની કેટલીક દ્વત્રિશિકાઓ તથા આચાર્ય હેમચન્દ્રકૃત અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા અને અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા ખાસ ઉલ્લેખનીય છે. તેમના ઉપર કેટલીય ટીકાઓ પણ લખાઈ છે, તે ટીકાઓ જૈનન્યાયના ગ્રન્થો તરીકે કામ આપે છે.
આલંકારિક શૈલીમાં રચાયેલાં સ્તોત્રોમાં મહાકવિ શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષુ)ની સર્વજિનપતિસ્તુતિ (૨૯ શ્લોકોમાં), હેમચન્દ્રના પ્રધાન શિષ્ય રામચન્દ્રસૂરિકૃત અનેક દ્વાત્રિશિકાઓ અને સ્તોત્ર°, જયતિલકસૂરિકૃત ચતુરાવલીચિત્રસ્તવ
૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૩, અહીં તેની ૬ ટીકાઓનો ઉલ્લેખ છે. ૨. એજન, પૃ. ૨૧૪ ૩-૬.વીરસેવામન્દિર, દિલ્હી, ૧૯૫૦-૧૯૫૧ ૭. જિનરત્નકોશ, પૃ. ૧૮૩, ૩૪૩, ૩૬૯; જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત. ૮. એજન, પૃ. ૧૫ ૯. એજન, પૃ. ૧૧ ૧૦.આ સ્તોત્રોના પરિચય માટે જુઓ – નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૫-૨૩૭. ૧૧.સ્તોત્રરત્નાકર, દ્વિતીય ભાગ, વિ.સં.૧૯૭૦; અનેકાન્ત, પ્રથમ વર્ષ, કિરણ ૮-૧૦,
પૃ. ૫૨૦-પ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org