________________
૫૬ ૨
જૈન કાવ્યસાહિત્ય
અનુમાન છે કે ટીકાકારે આ ગાથાઓને પાછળથી જોડી દીધી છે. મૂળ કૃતિના વિષયવસ્તુના અંતરંગ પરીક્ષણથી એ વાત સ્પષ્ટ જણાય છે કે આ કાવ્યના કલેવરમાં પછી-પછીની સદીઓમાં વૃદ્ધિ થતી રહી છે. - વજ્જાલગ્નના કર્તાના વિશે નામ સિવાય કોઈ પણ સ્રોતમાંથી કંઈ જ જાણવા મળતું નથી.
સંસ્કૃતમાં આ પ્રકારની કૃતિઓમાં આચાર્ય સોમદેવસૂરિની “નીતિવાક્યામૃત” ઉલ્લેખનીય છે. તેનો પરિચય આ ઈતિહાસના પાંચમા ભાગમાં રાજનીતિની કૃતિના રૂપમાં આપવામાં આવ્યો છે. સૂત્રબદ્ધ શૈલીમાં રચાયેલા તેના ૩૨ સમુદેશોમાંથી ધર્મ, અર્થ અને કામ સમુદેશોમાં તથા દિવસનુષ્ઠાન, સદાચાર, વ્યવહાર, વિવાહ અને પ્રકીર્ણ સમુદેશોમાં કેટલાંય સૂત્રો દૈનિક વ્યવહારમાં ઉપયોગી સુભાષિતો જેવાં છે, તેમનામાં જૈનધર્મસમ્મત ઉપદેશ શબ્દબદ્ધ કરવામાં આવ્યો છે. આ સૂત્રોની પ્રધાનતાના કારણે કૃતિનું નામ “નીતિવાક્યામૃત' રાખવામાં આવ્યું છે. કર્તા સોમદેવનો પરિચય અન્યત્ર યશસ્તિલકચમ્પ કાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે.
સુભાષિતોનો એક પ્રમુખ ગ્રન્થ આચાર્ય અમિતગતિકૃત “સુભાષિતરત્નસન્દોહ” છે. તેમાં સાંસારિક વિષયનિરાકરણ, મમત્વ-અહંકારત્યાગ, ઈન્દ્રિયનિગ્રહોપદેશ, સ્ત્રીગુણદોષવિચાર, સદસસ્વરૂપનિરૂપણ, જ્ઞાનનિરૂપણ આદિ ૩૨ પ્રકરણો છે અને પ્રત્યેક પ્રકરણમાં વીસ વીસ પચ્ચીસ પચ્ચીસ શ્લોકો છે. કર્તાનો પરિચય તેમની અન્ય કૃતિ ધર્મપરીક્ષાના પ્રસંગમાં આપી દીધો છે. પ્રસ્તુત કૃતિની રચના વિ.સં.૧૦૫૦ પૌષ સુદી પંચમીએ સમાપ્ત થઈ હતી જયારે રાજા મુંજ પૃથ્વીનું પાલન કરી રહ્યા હતા. કૃતિમાં કુલ ૯૨૨ શ્લોકો છે."
સોમપ્રભાચાર્યકૃત “શૃંગારવૈરાગ્યતરંગિણી'માં વિવિધ છંદોમાં રચાયેલાં ૪૬ પદ્યોમાં નૈતિક ઉપદેશોનું સંકલન છે. તેમાં કામશાસ્ત્રાનુસાર સ્ત્રીઓના હાવભાવ અને લીલાઓનું વર્ણન કરી તેમનાથી સાવધાન રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેના ઉપર આગ્રાના પં. નન્દલાલે સંસ્કૃત ટીકા લખી છે. ૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૫, પૃ. ૨૨૯-૨૪૦ ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૫-૪૪૬; કાવ્યમાલા, ૮૨, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯; જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૨૨૧-૨૨; નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૨૭૯; નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૯૪-૯૬. ૩. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org