________________
લલિત વાક્રય
પપ૯ .
આ ગીતવીતરાગપ્રબન્ધ જે ગંગવંશી દેવરાજના માટે રચવામાં આવ્યું હતું તેના વિશે શ્રવણબેલગોલના શિલાલેખોમાં (સંખ્યા ૩૩૭-૪૧) માહિતી મળે છે. આ શિલાલેખોમાં ઉક્ત કવિને શ્રીમદ્ અભિનવ ચારકીર્તિ પંડિતાચાર્ય, શ્રીમદ્ પંડિતાચાર્ય યા શ્રીમતુ પંડિતદેવર કહેવામાં આવ્યા છે અને તેમને મૂલસંઘ, દેશીયગણ, પુસ્તકગચ્છ, કુન્દકુન્દાન્વયના દર્શાવ્યા છે. શિલાલેખ સંખ્યા ૩૩૭માં તેમની શિષ્યા ભીમાદેવીનો ઉલ્લેખ છે જે દેવરાય મહારાયની રાણી હતી. શ્રી આર. નરસિંહાચારના મતે આ દેવરાય વિજયનગરનૃપ દેવરાય પ્રથમ (ઈ.સ.૧૪૦૬-૧૬) હોવા જોઈએ અને ઉક્ત લેખનો સમય લગભગ ઈ.સ.૧૪૧૦ હોવો જોઈએ. ગીતવીતરાગપ્રબન્ધમાં દેવરાજને રાજપુત્ર કહેલ છે અને જો તેને બરાબર અર્થમાં લેવામાં આવે તો ઉક્ત ગ્રન્થની રચના ઈ.સ. ૧૪૦૦ લગભગ થઈ હોવી જોઈએ. તે વખતે દેવરાય રાજપુત્ર હતા.
યોગિરાજ પંડિતાચાર્યકત પાર્વાક્યુદયની ટીકા પણ મળે છે, તે લગભગ ઈ.સ.૧૪૩૨ની રચના હશે કારણ કે સન ૧૪૩૨ના લેખમાં જ તેમને યોગિરાજ શબ્દથી ઉલ્લેખવામાં આવ્યા છે.
પાઠ્ય મુક્તક કાવ્યોમાં સુભાષિતોનું પણ પ્રમુખ સ્થાન છે. સુભાષિત :
સુભાષિત અને સૂક્તિઓના રૂપમાં જૈન મનીષીઓની પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક રચનાઓ મળે છે. સુભાષિત કાવ્યોને મુખ્યપણે ધર્મોપદેશ યા ધાર્મિક સૂક્તિકાવ્ય, નૈતિક સૂક્તિકાવ્ય અને કામ યા પ્રેમપરક શૃંગારસૂક્તિકાવ્યના રૂપમાં આપણે જોઈએ છીએ. જૈન વિદ્વાનોએ સદાચાર અને લોકવ્યવહારનો ઉપદેશ દેવા માટે સ્વતન્ન રૂપે અનેક સુભાષિત પદ્યોનું નિર્માણ કર્યું છે, તેમાં પ્રાયઃ જૈનધર્મસમ્મત સદાચારો અને વિચારોથી રંજિત ઉપદેશ આપવામાં આવ્યો છે. એમ તો જૈન પુરાણો અને અન્ય સાહિત્યિક રચનાઓમાં સુભાષિતો ભર્યા પડ્યાં છે પરંતુ કેવળ તેમનું જ અધ્યયન કરનારાઓને તથા વિવિધ પ્રસંગો ઉપર બીજાઓને સંભળાવવા માટે તેમની સ્વતંત્ર રૂપે પણ રચના કરવામાં આવી
. પ્રાકૃતમાં ધાર્મિક સૂક્તિકાવ્યના રૂપમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા, હરિભદ્રસૂરિકૃતિ ઉપદેશપદ, મલધારી હેમચન્દ્રકૃત ઉપદેશમાલા અને આસઢમુનિકૃત વિવેકમંજરી, લક્ષ્મીલાભગણિકૃત વૈરાગ્યસાધનપ્રકરણ, પદ્મનન્ટિકૃત ધમ્મરસાયણપ્રકરણ વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. તેમનો પરિચય આ બૃહદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org