________________
૫૫૮
જૈન કાવ્યસાહિત્ય
भुवि धृतसुरपतिलीलापात्र वरिष्ठ भवसि महाबल पुण्यगरिष्ठ । भूमिप तव धर्मफलेन जय धरणीशपते खेचरभूप जय धरणीशपते । - १.८. सुरगिरिनन्दनप्रभृतिमनोहरविलसदुद्यानसंघाते सुरपतिवृतललिताङ्गसुरो दिविजोत्तमविहरणपूते । व्यहरदति सुरभिभरितवसन्ते नर्तनसक्तजनेन समं निजविरहिसुरस्य दुरन्ते । -३.८ मंजुलचम्पककुसुमसमायतरञ्जितनासासारं पुञ्चितनायकमणिगणराजितसिञ्जितवक्षोहारम् दधे वृषभजिनो ललितामलधृणिभरितमनुपमशरीरम् । -१९.४
રચયિતા અને રચનાકાલ – આ કાવ્યના અંતે ૨૫મા પ્રબંધમાં આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા શ્રવણબેલગોલ જૈનમઠના ભટ્ટારક અભિનવ ચારકીર્તિ પંડિતાચાર્ય છે. તેમનો જન્મ સિંહપુરમાં થયો હતો. ભટ્ટારક પદ પ્રાપ્ત કર્યું તે પહેલાં તેમનું શું નામ હતું તે અમને જાણવા મળ્યું નથી. ભટ્ટારકપદ મળ્યા પછી તેમનું નામ ચારકીર્તિ પડ્યું, એમ તો શ્રવણબેલગોલના મઠાધીશોનું સામાન્ય નામ ચારુકીર્તિ જ છે. આ કાવ્યની રચના ગંગવંશી રાજપુત્ર દેવરાજની વિનંતીથી શ્રવણબેલગોલની બાહુબલિની પ્રતિમાની સમીપ કરવામાં આવી હતી.
શ્રવણબેલગોલના શિલાલેખ નં. ૨૫૪ (૧૦૫) જે ઈસ્વી સન ૧૩૯૮નો છે અને નં. ૨૫૮ (૧૦૮) જે ઈસ્વી સન ૧૪૩૨નો છે, તેમાંથી અભિનવ પંડિતાચાર્ય વિશે આપણને થોડુંક જાણવા મળે છે. ઈ.સ.૧૩૯૮માં ઉક્ત આચાર્યે પોતાના પરલોકગત ગુરુની સ્મૃતિમાં એક લેખ સ્થાપિત કર્યો હતો અને ઈ.સ.૧૪૩૨માં તેમણે સલ્લેખના ધારણ કરી હતી અને લેખમાં તેમના શિષ્ય શ્રતસાગરે પંડિતેન્દ્ર યોગિરાસ્ટ્ર નામથી તેમનો ઉલ્લેખ કર્યો છે.'
૧. ઉક્ત કાવ્યની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૬-૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org