________________
પપ૦
જૈન કાવ્યસાહિત્ય
કરતાં તેની મૂછ વળી અને તે ભાનમાં આવી. તેણે પોતાની સમક્ષ ઉપસ્થિત મેઘને પોતાના વિરક્ત પતિનો પરિચય આપી પ્રિયતમને શાન્ત કરવા, રીઝવવા માટે દૂત તરીકે પસંદ કર્યો અને પોતાની દુઃખિત અવસ્થાનું વર્ણન કરી પોતાના પ્રાણનાથને મોકલવાનો સંદેશ સંભળાવ્યો. આ સંદેશ સાંભળી સખીઓ રાજીમતીને સમજાવે છે કે નેમિકુમાર મનુષ્યભવને સફળ બનાવવા માટે વીતરાગી થયા છે, તે હવે અનુરાગ તરફ પાછા વળી નહિ શકે. ક્યાં મેઘ, ક્યાં તારો સંદેશ અને
ક્યાં નેમકુમારની વીતરાગી પ્રવૃત્તિ ? આ બધાંનો મેળ ખાતો નથી. છેવટે રાજીમતી શોક છોડી નેમિનાથ પાસે જઈને સાધ્વી બની જાય છે.
પદલાલિત્ય, અલંકારબાહુલ્ય અને પ્રાસાદિકતાના કારણે આ ઉચ્ચ કોટિનું કાવ્ય છે પરંતુ શ્લિષ્ટ પદો અને વ્યાકરણના ક્લિષ્ટ પ્રયોગોના કારણે આ કાવ્ય દુરૂહ બની ગયું છે. તેમાં મેઘ અને નેમિનાથનો પરિચય તો આપવામાં આવ્યો છે પરંતુ ભૌગોલિક સ્થાનોના નિર્દેશનો અભાવ છે.
કર્તા અને રચનાકાળ – આ દૂતકાવ્યના કર્તા મેરૂતુંગ આચાર્ય છે. તે અંચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તે પ્રબંધચિન્તામણિના કર્તા મેરૂતુંગથી ભિન્ન છે. આ કાવ્યની રચના સંવત ક્યાંય આપ્યો નથી પરંતુ મેરૂતુંગનો સમય વિ.સં.૧૪૦૩થી ૧૪૭૩ સુધીનો સિદ્ધ થાય છે. આ સમયમાં કવિએ જૈનમેઘદૂત, સપ્તતિકાભાષ્ય, લઘુશતપદી, ધાતુપારાયણ, પદર્શનનિર્ણય, બાલબોધવ્યાકરણ, સૂરિમંત્રસારોદ્ધાર આદિ આઠ ગ્રન્થ લખ્યા છે.
આના ઉપર શીલરત્નસૂરિવિરચિત વૃત્તિ પ્રકાશિત છે.' શીલદૂત
આ કાવ્ય કાલિદાસના મેઘદૂતના અનુકરણમાં બનાવવામાં આવ્યું છે અને તેના પ્રત્યેક શ્લોકના ચોથા ચરણને સમસ્યાપૂર્તિના રૂપમાં અપનાવવામાં આવેલ છે. તેથી તેનો છંદ મન્દાક્રાન્તા છે. શ્લોકસંખ્યા ૧૩૧ છે. તેમાં સ્થૂલભદ્ર અને કોશા વેશ્યાના પ્રસિદ્ધ કથાનકને લઈને સ્થૂલભદ્રના બ્રહ્મચર્ય મહાવ્રતને આધાર
૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૨૮ ૨. યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, ૧૯૧૫; જિનરત્નકોશ, પૃ. ૩૮૪; જૈન
સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org