________________
લલિત વાયા
૫૫૧
બનાવી તેમના જગવિસ્મયકારી શીલનું વર્ણન કરવામાં આવ્યું છે. કોશા સ્થૂલભદ્રને અનેક રીતે શીલથી ટ્યુત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના પછી સ્થૂલભદ્રના અનુપમ ઉપદેશોથી તે ખુદ શીલવ્રત ધારણ કરી લે છે.
શીલ જેવા ભાવાત્મક તત્ત્વને દૂતનું રૂપ આપીને કવિએ પોતાની મૌલિક કલ્પનાશક્તિનો સારો પરિચય આપ્યો છે. કાવ્યમાં દીર્ઘ સમાસ પ્રાયઃ નથી. અલંકારોમાં ઉ—ક્ષાની યોજના જોવા જેવી છે. મેઘદૂતની શૃંગારપરક પંક્તિઓને શાન્તરસપરક બનાવવામાં કવિએ અદ્દભુત પ્રતિભા દેખાડી છે.
કર્તા અને રચનાકાળ – આની રચના બૃહત્ તપાગચ્છના આચાર્ય ચારિત્રસુન્દરગણિએ સં. ૧૪૮૪માં ખંભાતમાં કરી હતી. ચારિત્રસુન્દરગણિએ અન્ય કૃતિઓમાં કુમારપાલચરિત, મહીપાલચરિત અને આચારોપદેશની રચના કરી હતી. તેમનો પરિચય તેમના અન્ય કાવ્યોના પ્રસંગે આપ્યો છે. પવનદૂત
આ મેઘદૂતની સમસ્યાપૂર્તિ નથી પરંતુ સ્વત– કૃતિ છે. તેમ છતાં તેને આપણે મેઘદૂતની છાયા કહી શકીએ. તેમાં ૧૦૧ મન્દાક્રાન્તામાં રચાયેલા શ્લોકો છે.'
આમાં મેઘના બદલે પવનને દૂત બનાવવામાં આવેલ છે. તેની કથાવસ્તુ નાની છે : ઉજ્જયિનીના રાજા વિજયની રાણી તારાને અશનિવેગ નામનો વિદ્યાધર ઉપાડી જાય છે. રાજા પોતાની પ્રિયા પાસે પવનને દૂત બનાવીને પોતાના વિરહસંદેશ સાથે મોકલે છે. પવન પણ સામ, દામ, દંડ અને ભેદનો પ્રયોગ કરી છેવટે તારાને લઈને વિજય પાસે આવી તેને સોંપી દે છે.
પવનદૂત એક વિરહકાવ્ય છે. તેમાં વિપ્રલંભશૃંગારનો પરિપાક સારો થયો છે. રચનામાં પ્રસાદગુણ અને ભાષામાં પ્રવાહિતા લાવવામાં કવિ સફળ થયા છે. કાવ્યમાં કવિએ નૈતિક, સામાજિક અને ધાર્મિક શિક્ષા પણ આપી છે.
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર (૧૭મી સદી) છે. તેમણે પાર્શ્વપુરાણ, પાંડવપુરાણ, યશોધરચરિત વગેરે અનેક કૃતિઓ રચી છે. તેમનો પરિચય પહેલાં આપી દીધો છે.
૧. હિન્દી જૈન સાહિત્ય પ્રચારક કાર્યાલય, મુંબઈથી ૧૯૧૪માં હિન્દી અનુવાદ સહિત
પ્રકાશિત; કાવ્યમાલા, ગુચ્છક ૧૩, પૃ. ૯-૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org