________________
લલિત વાક્રય
૫૪૯
છે તેનાથી માલુમ પડે છે કે તે એવા અનુભવોના ધની હતા. પાઠક પ્રત્યેક પદ્યમાં વર્ણવવામાં આવેલી રામતીની દુઃખિત અવસ્થામાં તન્મય બનીને તે દુઃખને સ્વયં અનુભવવા લાગે છે. શાન્તરસપ્રધાન હોવા છતાં પણ નેમિદૂત સંદેશકાવ્યની અપેક્ષાએ વિરહકાવ્ય અધિક છે. તેમાં કાવ્યચમત્કાર, ઉક્તિવૈચિત્ર્ય અને રાગાત્મક વૃત્તિની ગંભીરતાનો મધુર અને કરુણ પરિપાક છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા ખંભાતનિવાસી સાંગણનો પુત્ર કવિ વિક્રમ છે. તે કયા સંપ્રદાયના હતા એ વિવાદગ્રસ્ત છે. સ્વ. પં. નાથુરામ પ્રેમી તેમને હૂંબડ (દિગંબર) જાતિના માને છે, તો મુનિ વિનયસાગરજી ખરતરગચ્છાધીશ જિનેશ્વરસૂરિના શિષ્ય હોવાથી તેમને હૂમ્બડ (શ્વેતામ્બરાસ્નાયી) કહે છે. નેમિદૂતના અધ્યયનથી એ સ્પષ્ટ છે કે આ કૃતિ અસામ્પ્રદાયિક છે. તેમાં શ્વેતાંબર કે દિગંબર આમ્નાયની કોઈ વાત નથી કહેવામાં આવી.
આ કાવ્યની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૪૭૨ની અને બીજી વિ.સં.૧૫૧૯ની મળી છે, તેથી વિ.સં.૧૪૭ર પહેલાં કવિની વિદ્યમાનતા માનવામાં કોઈ જાતનો વિરોધ નથી. પ્રેમીજીના મતે કવિ ૧૩મી સદી અને વિનયસાગરના મતે ૧૪મી સદીમાં થયા છે. જૈન મેઘદૂત
નેમિનાથ અને રાજમતીના પ્રસંગને લઈને આ બીજું દૂતકાવ્ય છે. તેમાં કવિએ બીજાં દૂતકાવ્યોની જેમ મેઘદૂતની સમસ્યાપૂર્તિનો આશરો નથી લીધો. આ નામસામ્ય સિવાય શૈલી, રચના, વિભાગ વગેરે અનેક બાબતોમાં તે સ્વતંત્ર છે. તેમાં ચાર સર્ગ છે અને સર્ગોમાં ક્રમશઃ ૫૦, ૪૯, ૫૫ અને ૪ર પડ્યો છે.
કથાવસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : નેમિકુમાર પશુઓના કરુણ ચીત્કાર સાંભળી વૈવાહિક વેષભૂષા ત્યાગીને રસ્તામાંથી જ રૈવતક (ગિરનાર) પર્વત ઉપર મુનિ બની તપસ્યા કરવા જતા રહ્યા. રામતી, જેની સાથે નેમિકુમારનો વિવાહ થઈ રહ્યો હતો તે, ઉક્ત સમાચાર સાંભળી મૂછિત થઈ ગઈ. સખીઓએ ઉપચાર
૧. વિવેચન માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૮
૪૭૯ ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org