________________
૫૪૪
સારો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણકે ગ્રન્થમાં ઉક્ત પુરાણના ક્યાંક તો પૂરા શ્લોકો અને ક્યાંક એક કે બે ચરણો જેમના તેમ કાવ્યના અંગના રૂપમાં ગ્રહણ કરી લીધાં છે. તેનું ગદ્ય સરળ છે. કઠિન ગદ્યખંડોને સમજાવવા માટે સહાયક ટીકા પણ આપવામાં આવી છે.
કર્તા અને રચનાકાળ આ ચમ્પકાવ્યના કર્તા કવિ અર્હદાસ છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિ મુનિસુવ્રતકાવ્યના પ્રસંગે આપ્યો છે.' અર્હદાસનો સમય વિ.સં.૧૩૨૫ લગભગ મનાયો છે. તેથી આ રચના ચૌદમી સદીના પૂર્વાર્ધની
39.
-AN
જૈન કાવ્યસાહિત્ય
ચમ્પમંડન
આ ચમ્મૂકાવ્યર આઠ પટલોમાં વિભાજિત છે. તેમાં દ્રૌપદી અને પાંડવોની કથા વર્ણવવામાં આવી છે. ગદ્યપદ્યની સુલલિત શૈલીમાં રચાયેલું આ લઘુ ચમૂકાવ્ય છે.
કર્તા અને રચનાકાલ આ કાવ્યના કર્તા માળવાના પ્રસિદ્ધ કવિ મંડન છે. તેમણે જ કાદમ્બરીમંડન વગેરે ગ્રન્થો રચ્યા છે. તે ૧૫મી સદીના કવિ હતા.
આ કાવ્યની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. અન્ય ચમ્પુઓમાં જયશેખરસૂરિનું નલદમયન્તીચમ્પૂ ઉલ્લેખનીય છે. ગીતિકાવ્ય
-
Jain Education International
સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ગીતિકાવ્ય નામે કોઈ પણ કાવ્યપ્રકાર માન્યો નથી, પરંતુ સંસ્કૃતમાં ગીતિકાવ્ય છે. ગીતિકાવ્ય તેને કહેવામાં આવે છે જેમાં ગેયરૂપે રસપૂર્ણ એક ભાવની અભિવ્યક્તિ હોય. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રીઓ અને હિન્દી કાવ્યમર્મજ્ઞોએ ગીતિકાવ્ય અંગે પૂરો વિચાર કર્યો છે. તેની પર્યાલોચના કરવાથી કેટલાંક પ્રમુખ તત્ત્વો સામે આવે છે, તે આ પ્રમાણે છે : (૧) અન્તવૃત્તિની પ્રધાનતા, (૨) સંગીતાત્મકતા, (૩) નિરપેક્ષતા, (૪) રસાત્મકતા, (૫) રાગાત્મક અનુભૂતિઓની સઘનતા, (૬) ભાવસાન્દ્રતા, (૭) ચિત્રાત્મકતા, (૮) સમાહિત પ્રભાવ, (૯) માર્મિકતા, (૧૦) સંક્ષિપ્તતા, (૧૧) સ્વાભાવિક અભિવ્યક્તિ અને (૧૨) સહજ અન્તઃપ્રેરણા.
૧. તેરહવીં-ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય (ડૉ. શ્યામશંકર દીક્ષિત), પૃ. ૩૨૫૩૨૬ ઉપર કવિપરિચય આપ્યો છે.
૨. હેમચન્દ્રાચાર્ય ગ્રન્થમાલા, પાટણ (ગુજરાત), ૧૯૧૮; જિનરત્નકોશ, પૃ. ૧૨૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org