________________
લલિત વાય
સંસ્કૃતમાં પ્રબંધાત્મક ગીતિકાવ્ય અને મુક્તક ગીતિકાવ્ય એવા બે પ્રકાર મળે છે. પ્રબંધાત્મક ગીતિકાવ્ય મેઘદૂત કે તેને અનુસરીને રચાયેલાં અનેક સંદેશકાવ્યો છે. પરંતુ અધિકાંશ ગીતિકાવ્ય મુક્તક શૈલીમાં રચાયાં છે. મુક્તક ગીતિકાવ્યના બે ભેદ છે : (૧) રસમુક્તક અને (૨) રસેતરમુક્તક. રસમુક્તકમાં મેઘદૂત, પાર્વાભ્યુદય, ચૌરપંચાશિકા, ગીતગોવિન્દ, ગીતવીતરાગ કાવ્યો આવે છે. રસેત ગીતિસાહિત્યમાં સ્તોત્ર, શતક આદિ સાહિત્યનું સ્થાન છે.
અહીં આપણે ગીતિકાવ્યના ક્ષેત્રમાં જૈન કવિઓએ આપેલા ફાળાની ચર્ચા કરીશું.
રસમુક્તક પાઠ્ય ગીતિકાવ્ય - દૂતકાવ્ય યા સંદેશકાવ્ય (ખંડકાવ્ય)
આ પ્રકારના સાહિત્યે સંસ્કૃત સાહિત્યમાં ગીતિકાવ્યના (Lyric Poetryના) અભાવની પૂર્તિ કરી છે. દૂતકાવ્ય વિરહ કે વિપ્રલંબ શૃંગારની પૃષ્ઠભૂમિ લઈને રચાયાં છે. તેમનામાં નાયક નાયિકાને કે નાયિકા નાયકને દ્યૂતના માધ્યમથી સંદેશ મોકલે છે. દૂતનું કામ કોઈ પુરુષ, પક્ષી, ભ્રમર, મેઘ, પવન, ચન્દ્રમા, ચરણચિહ્ન, મન યા શીલ વગેરે તત્ત્વો દ્વારા કરાવાય છે. આ શૈલીમાં બે વસ્તુ દેખાય છે : એક વિયોગ અને બીજી પ્રકૃતિ કે ભાવનાનું માનવીકરણ. પ્રસંગવશ દૂતકાવ્યોમાં નગર, પર્વત, નદી, સૂર્યોદય, ચન્દ્રોદય, રાત્રિ, વસંત અને જલક્રીડા વગેરેનાં વર્ણનો આવે છે પરંતુ તે વર્ણનો એટલાં તો સંક્ષિપ્ત હોય છે કે કાવ્યનો આકાર મોટો નથી થઈ શકતો, તેથી આપણે તેને ખંડકાવ્ય કે ગીતિકાવ્ય કહીએ છીએ.
આમ તો ભાવનાક્રાન્ત માનસ દ્વારા અમુક પ્રાણીને દૂત બનાવી પ્રયેસીને સંદેશ મોકલવાની સૂઝ પ્રાચીન ભારતીય સાહિત્યમાં મળે છે પરંતુ મહાવિ કાલિદાસનું મેઘદૂત તો તેનું અનોખું ઉદાહરણ છે. સંસ્કૃતનાં દૂતકાવ્યોનો પ્રારંભ પણ તેનાથી જ થાય છે. પછીનાં દૂતકાવ્યોની રચનામાં ઉક્ત કાવ્યમાંથી સહાયતા મેળવી હોવાના સંકેતો સ્પષ્ટ જણાય છે.
૫૪૫
જૈન કવિઓએ દૂતકાવ્યના ક્ષેત્રનો અને તેની વસ્તુકથાનો વિકાસ કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. પહેલી વાત તો એ કે તેમણે વિપ્રલંભ શૃંગારના
૧. સરમા-પણિસંવાદ, ઋગ્વેદ, મંડલ ૧૦, અનુવાક ૮, સૂક્ત ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org