________________
૫૪૦
જેન કાવ્યસાહિત્ય
નરયુગલના રૂપમાં નવદીક્ષિત જૈન યતિ અભયરુચિ અને કુલ્લિકા અભયમતિને ત્યાં લાવવામાં આવે છે. રાજાને તેમના પ્રત્યે સ્નેહભાવ જાગે છે (નસીબજોગે તે બન્ને રાજાની બેનના પુત્ર-પુત્રી હતાં, તેમને રાજા તત્કાળ ઓળખી ન શક્યો.) રાજા તે બન્ને બાલયતિઓને સિંહાસન દે છે. બન્ને એક પછી એક તે રાજાની પ્રશંસા કરે છે અને રાજાને જૈનધર્મ પ્રત્યે આકૃષ્ટ કરે છે (આશ્વાસ ૧). તેમાંથી બાલકયતિ અભયરુચિ મારિદત્ત રાજાને પોતાના પૂર્વજન્મોનો વૃત્તાન્ત કહે છે અને યશોધર રાજાની કથા સંભળાવે છે. આ કથા પાંચમા આશ્વાસમાં સમાપ્ત થાય છે. ત્યાર પછી હિંસારત પેલા રાજામાં અહિંસાધર્મની જ્ઞાનજ્યોતિ પ્રગટે છે અને ૬-૮ આશ્વાસોમાં ઉપદેશના રૂપે રોચક શૈલીમાં શ્રાવકાચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉક્ત અંશને “ઉપાસકાધ્યયન' નામે પણ વર્ણવવામાં આવે છે. ચમ્પના અંતે દર્શાવાયું છે કે રાજા મારિદત્ત અને તેની કુળદેવી ચંડમારિ જૈનધર્મમાં દીક્ષિત થઈ ગયા.
ઉક્ત યશોધરની કથાનો સ્રોત પૂર્વવર્તી રચના પ્રભંજનકૃત યશોધરચરિતમાં અને હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહાના ચતુર્થ ભાવમાં મળે છે, પરંતુ કવિએ તેમાં કેટલાંય પરિવર્તનો કર્યા છે. હરિભદ્રની રચનામાં મારિદત્ત અને મનુષ્યયુગલની બલિની કથા નથી તથા બન્નેમાં મુખ્ય પાત્રોનાં નામોમાં પણ અંતર છે. ઉક્ત ચમ્પલેખકે કથાને સાધન બનાવીને બ્રાહ્મણધર્મ ઉપર આક્ષેપ કર્યા છે જયારે હરિભદ્રના કથાનકમાં તેનો તદન અભાવ છે.
કિર્તા અને રચનાકાલ – આ કૃતિના કર્તા આચાર્ય સોમદેવસૂરિ છે. તે દેવસંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય હતા. તે બહુશ્રુત વિદ્વાન હતા, આ વસ્તુ તેમનો ઉક્ત ગ્રંથ વાંચવાથી જાણવા મળે છે. તેમણે ન્યાય અને રાજનીતિ વિશે કેટલાય ગ્રન્થો લખ્યા હતા પરંતુ ઉક્ત ચક્યૂ સિવાય તેમનો બીજો પ્રસિદ્ધ
૧. આ કથા ઉપર રચાયેલા વિસ્તૃત સાહિત્યનો પરિચય અમે પહેલાં આપી દીધો છે. ૨. આ અંશ ઉક્ત નામથી ૫. કૈલાશચન્દ્ર શાસ્ત્રી દ્વારા સંપાદિત અને અનૂદિત તથા સંસ્કૃત ટીકા સહિત ભારતીય જ્ઞાનપીઠ વારાણસીથી ૧૯૪૪માં પ્રકાશિત થયો છે. તેની ભૂમિકા
પઠનીય છે. ૩. આના વિશેષ પરિચય માટે જુઓ – પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ,
પૃ. ૧૯૦ આદિ; ઉપાસકાધ્યયન (ભારતીય જ્ઞાનપીઠ), પ્રસ્તાવના, પૃ. ૧૩-૨૬; યશસ્તિલક કા સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૨૭-૪૧; પ્રો. કૃષ્ણકાન્ત હાર્દિકી, યશસ્તિલક એન્ડ ઈન્ડિયન કલ્ચર, પ્રથમ અધ્યાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org