________________
૫૩૪
જૈન કાવ્યસાહિત્ય
પૂજા વગેરેને પુત્રોત્પત્તિમાં નિમિત્ત દર્શાવાયાં છે. તિલકમંજરીમાં આવતું અયોધ્યાનું શુક્રાવતાર સિદ્ધાયતન (જૈન મંદિર) કાદમ્બરીમાં આવતા ઉજ્જયિનીના મહાકાલ દેવાયતનની યાદ અપાવે છે. કાદમ્બરીની જેમ તિલકમંજરીમાં અનેક લૌકિક અને અલૌકિક (વિદ્યાધરજગત) પાત્રોને કથાનકમાં ઉતાર્યા છે.
શૈલીની દૃષ્ટિએ પણ બન્ને કાવ્યોમાં સમાનતા છે. બન્નેએ શબ્દાલંકારો અને અર્થાલંકારોના પ્રયોગ દ્વારા ઘટના અને વર્ણનને ભારે બનાવી દીધાં છે. અર્થાલંકારોમાં બાણને પરિસંખ્યાલંકાર અને વિરોધાભાસ અતિપ્રિત છે, તેવી જ રીતે તિલકમંજરીકારને પણ તે બન્ને અલંકારો પ્રિય છે.
કથા અને શૈલીમાં સાદગ્ધ હોવા છતાં કાદમ્બરીને તિલકમંજરીનું ઉપજીવ્ય ન કહી શકાય. કાદમ્બરીનું ઉપજીવ્ય જેમ ગુણાઢ્યની બૃહત્કથા છે તેમ તિલકમંજરીનું ઉપજીવ્ય પૂર્વવર્તી અનેક કૃતિઓ છે.'
તિલકમંજરીમાં અન્ય ગદ્યકાવ્યોની અપેક્ષાએ અનેક વિશેષતાઓ છે : (૧) તેનું ગદ્ય અધિક લાંબા અને અનેક પદોથી નિર્મિત સમાસોની બહુલતાથી રહિત છે. (૨) તેમાં ગ્લેષાલંકારની વધુ પડતી ભરમાર નથી. (૩) તેમાં અગણિત વિશેષણોનો આડંબર નથી, તેથી કથાના આસ્વાદમાં ચમત્કૃતિ છે. (૪) તેમાં શ્રુત્યનુપ્રાસ દ્વારા શ્રવણમધુરતા ઉત્પન્ન કરવામાં આવી છે, વગેરે. કવિએ તેને “બદ્ધતિરક્ષા તા થા' કહી છે. આ કાવ્ય પોતાના વર્ણનવૈવિધ્ય અને વૈચિત્ર્યના કારણે બાણથી આગળ નીકળી ગયું છે. તેમાં સાંસ્કૃતિક જીવન, રાજાઓનો વૈભવ, તેમનાં વિનોદનાં સાધનો, તત્કાલીન ગોષ્ઠીઓ, અનેક પ્રકારનાં વસ્ત્રોનાં નામ, નાવિકતંત્ર, યુદ્ધાસ્ત્ર વગેરેનું જીવંત વર્ણન મળે
છે.
૧. પ્રારંભિક શ્લોકોમાં કવિએ પોતાના પૂર્વવર્તી કવિઓ અને તેમની કૃતિઓનો ઉલ્લેખ
કર્યો છે. ૨. વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, બોટાદથી પ્રકાશિત તિલકમંજરીની પ્રસ્તાવના, પૃ.
૧૪-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org