________________
લલિત વાક્રય
૫૩૩
એક શુકે હરિવહનના સમાચાર એક દૂતને આપ્યા, આ સમાચાર સાંભળી સમરકેતુ હરિવાહનની શોધમાં નીકળી પડ્યો અને ધીમે ધીમે વૈતાદ્યપર્વતના અદૃષ્ટપાર નામના સરોવર પાસે પહોંચી ગયો.
ત્યાં વિશ્રામ કરતાં તેણે અતિમધુરં સ્વર સાંભળ્યો અને તેનું અનુસરણ કરતો તે એક સુંદર મઠે પહોંચ્યો, ત્યાં તેણે ગન્ધર્વકને જોયો અને કદલીવનમાં પરિવાહનને જોયો, બન્ને મળીને ખૂબ પ્રસન્ન થયા. હરિવાહને સમરકેતુને તિલકમંજરીના દર્શનની વાત કરી અને સાથે જ નજીકમાં એક વનમાં એક તાપસ કન્યાને દેખ્યાની વાત કહી, આ તાપસકન્યા બીજી કોઈ નહિ પણ સમરકેતુની પ્રેમિકા મલયસુંદરી હતી, તે સમરકેતુના વિરહમાં ત્યાં તપસ્યા કરી રહી હતી. હરિવહન તેનો અતિથિ બની રહેવા લાગ્યો. ત્યાં તિલકમંજરીને હરિવહન તરફનું આકર્ષણ વધવા લાગ્યું અને બન્ને પત્રાદિપ્રેષણ દ્વારા વ્યાકુળ થવા લાગ્યા. આ દરમ્યાન તેઓ એક મહર્ષિના મુખે ચારેનાં પૂર્વજન્મનો વૃત્તાન્ત જાણી શક્યા.
અત્તે હરિવાહનના લગ્ન તિલકમંજરી સાથે અને સમરકેતુના મલયસુંદરી સાથે થાય છે અને આખ્યાયિકા પણ સમાપ્ત થાય છે.
બાણકત કાદમ્બરી અને તિલકમંજરીની કથાવસ્તુમાં બહુ સમાનતા છે. જેમ કાદમ્બરી કાવ્ય ઉપવિભાગોમાં વિભક્ત નથી તેમ તિલકમંજરી પણ વિભક્ત નથી. બન્ને કથાઓનો પ્રારંભ પદ્યોથી થાય છે, તે પદ્યોમાં બન્ને કવિઓએ કથા, ગદ્ય અને ચમ્પ વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા છે. બન્ને કથાઓમાં ગદ્યની વચ્ચે વચ્ચે જ્યાં ત્યાં પદ્યોનો પ્રયોગ થયો છે. જેમ કાદમ્બરીની નાયિકા ગન્ધર્વકુલોત્પન્ન કાદમ્બરી વિવાહ પૂર્વ પરકીયા અને મુગ્ધા તથા વિવાહ પછી સ્વકીયા અને મધ્યા છે તેમ તિલકમંજરીની નાયિકા વિદ્યાધરી તિલકમંજરી વિવાહ પૂર્વે પરકીયા અને મુગ્ધા તથા વિવાહ પછી સ્વકીયા અને મધ્યા છે. તેનો પ્રધાન નાયક હરિવાહન અને સહનાયક સમરકેતુ કાદમ્બરીના ચન્દ્રાપીડ અને વૈશમ્પાયનની જેમ જ પરમ મિત્રો છે તથા અનુકૂલ અને ધીરોદાત્ત છે. નાયકનું નાયિકા સાથે મિલન પણ કાદમ્બરીની જેમ જ થયું છે. બન્નેમાં પ્રથમ ઉપનાયિકા અને પછી નાયિકા આવે છે. ઉપનાયિકા મલયવતી અને તેના તપની વિધિનું વર્ણન મહાશ્વેતાના વર્ણન જેવું છે. બન્ને ગદ્યકાવ્યોનાં કથાનકોના અન્ય અંશોમાં પણ સમાનતા દેખાય છે, જેમકે કાદમ્બરીમાં ઉજ્જયિનીનો રાજા તારાપીડ અને રાણી વિલાસવતી નિ:સન્તાનપણાને કારણે દુઃખી છે, તિલકમંજરીમાં પણ મેઘવાહન અને રાણી મદિરાવતી નિઃસંતાનપણાને કારણે દુઃખી છે. બન્ને કથાઓમાં સમાનપણે દેવતાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org