________________
લલિત વાય
૫૩૭
શ્લેષ તથા અન્ય અલંકારોની ભરમારથી તેના સૌન્દર્યનો ઘાત જ થયો જ્યારે ગદ્યચિન્તામણિમાં પરિમિત અને સારગર્ભિત અલંકારોના પ્રયોગના કારણે આ કાવ્યની શોભા વધી છે જ. બાણની કાદમ્બરી પ્રત્યેક વર્ણનમાં વિશેષણોની ભરમારથી એટલી બધી જટિલ થઈ ગઈ છે કે વાચક તેના રસાસ્વાદથી લગભગ વંચિત જ રહી જાય છે, તે જાણે કે જંગલમાં ફસાઈ જાય છે, ભૂલો પડી જાય છે. પરંતુ ગદ્યચિન્તામણિ આ દોષથી પણ મુક્ત છે. ગદ્યચિન્તામણિમાં પદલાલિત્ય, શ્રવણમધુર શબ્દવિન્યાસ, સ્વચ્છન્દ વચનવિસ્તારની સાથે સાથે સુગમ રીતે કથાબોધ પણ થઈ જાય છે. કવિએ આ કાવ્યના ભાષાપ્રવાહને એટલો જ પ્રવાહિત કર્યો છે જેથી કાવ્યવૃક્ષનું રસથી સિંચન થાય પણ તે તેમાં ડૂબી ન જાય. દંડીના દશકુમારચરિતમાં પ્રારંભમાં જ એટલી બધી ઘટનાઓને દાખલ કરી દીધી છે કે વાચક માટે તેમનું અવધારણ કઠિન છે. તેમાં ભાષાનો પ્રવાહ અને પદલાલિત્ય પણ પ્રારંભમાં જેટલા પ્રદર્શિત થયા છે તેટલા પછી રહેતાં નથી કિન્તુ ઉત્તરોત્તર ક્ષીણ જ થતાં જાય છે અને છેલ્લે તો કથાનકનું હાડપિંજર જ દેખાય છે પરંતુ ગદ્યચિત્તામણિમાં એવું નથી થયું. તેમાં ભાષાનો પ્રવાહ આદિથી અંત સુધી અજગ્ન પ્રવાહિત રહે છે.'
આ ગદ્યકાવ્યના પ્રથમ સંપાદક સ્વર્ગીય કુષ્ણુસ્વામીએ તેની વિશેષતાઓ નીચેની પંક્તિઓમાં પ્રગટ કરી છે :
"अस्य काव्यपथे पदानां लालित्यम्, श्राव्यः शब्दसंनिवेशः, निरर्गला वाग्वैखरी, सुगमः कथासारावगमः, चित्तविस्मायिकाः कल्पनाः, चेतःप्रसादजनको धर्मोपदेशः, धर्माविरुद्धा नीतयः, दुष्कर्मणो विषमफलावाप्तिरिति विलसन्ति વિશિષ્ટ મુI: "
અર્થાત્ આ કાવ્યમાં પદોનું લાલિત્ય, શ્રવણમધુર શબ્દોની રચના, અપ્રતિહત વાણી, સરળ કથાસાર, ચિત્તને આશ્ચર્યમાં નાખી દે તેવી કલ્પનાઓ, ચિત્તને પ્રસન્ન કરનારો ધર્મોપદેશ, ધર્મ વિરુદ્ધ ન જનારી નીતિઓ અને દુષ્કર્મોનાં કટુ ફળોની પ્રાપ્તિ, વગેરે વિશિષ્ટ ગુણોથી સુશોભિત છે.
આ કાવ્યમાં તત્કાલીન સાંસ્કૃતિક ચિત્રણ સારું છે. તેમાં વિવિધ પ્રકારનાં વાદ્ય, વસ્ત્ર, ભોજનગૃહ, આકાશમાં ઉડવાનાં યંત્રો, કન્ફકક્રીડા વગેરેનાં ઘણાં જ
૧. આ કાવ્યની અન્ય વિશેષતાઓ માટે ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રન્થ, પૃ. ૪૭૪
૪૮૩માં પ્રકાશિત પ. પન્નાલાલ સાહિત્યાચાર્યનો લેખ “ગઘચિન્તામણિ પરિશીલન'
જુઓ. ૨. ગદ્યચિન્તામણિ, શ્રીરંગમ્, પ્રસ્તાવના, પૃ. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org