________________
લલિત વાક્રય
આ ગદ્યકાવ્ય ઐતિહાસિક મહત્ત્વનું પણ છે. તેના પ્રારંભમાં ધારાના પરમાર રાજાઓની વૈરિસિંહથી ભોજ સુધીની વંશાવલી આપવામાં આવેલી છે. કવિ પોતે પરમાર રાજા મુંજની સભાના સદસ્ય હતા તથા મુંજે તેમને સરસ્વતીપદથી વિભૂષિત કર્યા હતા.
કર્તા તથા રચનાકાલ આ ગદ્યકાવ્યના કર્તાનું નામ ધનપાલ છે. કવિના પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ દેવર્ષિ હતું. પિતામહ મધ્યપ્રદેશના સાંકાશ્ય નામના ગામના (વર્તમાન ફર્દુખાબાદ જિલ્લામાં ‘સંકિસ’ નામના ગામના) મૂળ નિવાસી હતા, તે બ્રાહ્મણ હતા અને સાંકાશ્ય છોડી ઉજ્જયિનીમાં આવી વસ્યા હતા. ધનપાલને શોભન નામનો નાનો ભાઈ અને સુન્દરી નામની એક બહેન હતી. કવિ ધનપાલ વેદવેદાંગ આદિના પંડિત હતા. કહેવાય છે કે ધનપાલનો નાનો ભાઈ શોભન જૈન મુનિ થઈ ગયો હતો અને તેનાથી પ્રભાવિત થઈને કવિએ પણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ધનપાલ વિશે પ્રભાવકચરિતના ‘મહેન્દ્રસૂરિપ્રબંધ’માં, પ્રબન્ધચિન્તામણિના ‘ધનપાલપ્રબન્ધ’માં, રત્નમંદિરગણિના ‘ભોજપ્રબંધ’માં, વગેરેમાં કેટલાંય આખ્યાનો આપ્યાં છે. ધનપાલ મુંજ અને ભોજનો સમકાલીન હોવાથી તેનો સમય વિક્રમની ૧૧મી સદી છે.
-
તેમની અન્ય રચનાઓમાં પાઈયલચ્છીનામમાલા, ઋષભપંચાશિકા અને વીરશુઈ મળે છે. કવિએ પાઈયલચ્છીનામમાલાની રચના વિ.સં.૧૦૨૯માં ધારાનગરીમાં પોતાની નાની બેન સુન્દરી માટે કરી હતી. ધનપાલે તિલકમંજરીની રચના રાજા ભોજના જિનાગમોક્ત કથા સાંભળવાના કુતૂહલને પૂર્ણ કરવા માટે કરી હતી.૪
૧. પદ્ય ૩૮-૫૧
૨. પદ્ય ૫૩ : શ્રીમુંગેન સરસ્વતીતિ સર્વત્તિ ક્ષોળિમૃતા વ્યાતઃ । 3. विक्कमकालस्स गए अउणत्तीसुत्तरे सहस्सम्मि
कज्जे कणि बहिणीए 'सुन्दरी' नाम धिज्जाए ।
४. निःशेष वाड्मयविदोऽपि जिनागमोक्ताः,
श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतोः, राज्ञः स्फुटयद्भुतरसा रचिता कथेयम् ॥
Jain Education International
૫૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org