________________
લલિત વાય
કૃતિ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના પ્રસંગમાં પર્યાપ્ત માહિતી આપી છે. આ ગ્રંન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેની રચના વિ.સં.૧૭૬૦માં થઈ હતી.
ગદ્યકાવ્ય
સંપૂર્ણ સંસ્કૃત કાવ્યસાહિત્યમાં ગદ્યકાવ્યોની સંખ્યા બહુ જ થોડી છે. સંસ્કૃતમાં ગદ્યકાવ્ય લખવું એ તો કવિઓની કસોટી ગણાતી 'गद्यं कवीनां निकषं वदन्ति'.
ઈ.સ.ની ૬ઠ્ઠી સદીથી ૮મી સદી સુધીમાં ગદ્યકાવ્યના કેટલાક નમૂનાઓ સુબન્ધુની ‘વાસવદત્તા’, બાણની ‘કાદમ્બરી' અને ‘હર્ષચરિત' તથા દંડીના ‘દકુમારચરિત’ના રૂપમાં મળે છે. પછી બે સદી બાદ ધનપાલની ‘તિલકમંજરી’ અને વાદીભસિંહની ‘ગદ્યચિન્તામણિ’ના રૂપમાં બે જૈન ગદ્યકાવ્યોનાં દર્શન થાય છે. આ બન્નેનો સંક્ષિપ્ત પરિચય નીચે આપીએ છીએ.
૫૩૧
-
તિલકમંજરી
૨
આ એક ગદ્ય આખ્યાયિકા છે. આ કાવ્યનું નામ નાયિકાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ કાવ્ય પૂર્વ કવિઓની કૃતિઓ બાણની કાદમ્બરી અને ઉદ્યોતનસૂરિની કુવલયમાલા આદિનું અનુકરણ કરીને રચવામાં આવ્યું છે.
૧. વિયવ્રતમુનીનાં (૧૭૬૦ વિ.સં.) પ્રમાળાત્ પરિવત્સરે । નૃતોઽયમુદ્યમ:......
કથાવસ્તુ કોશલ દેશના ઈક્ષ્વાકુ રાજા મેઘવાહન અને રાણી મદિરાવતીને નિઃસન્તાનપણાનું દુઃખ હતું. પુત્રપ્રાપ્તિ માટે વનમાં જઈ દેવોપાસના કરવાનો તેમને વિચાર આવ્યો પરંતુ એક વૈમાનિક દેવના અનુરોધથી ઘરે રહીને જ તેમણે શ્રીદેવીની ઉપાસના કરી. દેવીએ પ્રસન્ન થઈ પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું અને બાલાણ નામની વીંટી પણ આપી. પુત્રનું નામ હિરવાહન રાખવામાં આવ્યું. તે ધીરે ધીરે મોટો થયો અને બધી વિદ્યાઓનો પારગામી બન્યો. એક વખત એક
Jain Education International
॥ सप्तसंधानप्रान्तप्रशस्ति.
૨. કાવ્યમાલા સિરિઝ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૮; શાન્તિસૂરીરચિત ટિપ્પણી તથા વિજયલાવણ્યસૂરિરચિત ટીકા (પરાગ) સાથે, વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, બોટાદ, વિ.સં.૨૦૦૮; ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રન્થ, પૃ.૪૮૪-૯૧માં ડૉ. હરીન્દ્રભૂષણ જૈનનો લેખ ‘મહાકવિ ધનપાલ ઔર ઉનકી તિલકમંજરી’.
For Private & Personal Use Only
www.jainelibrary.org