________________
લલિત વાય
૫૨૯
સતસંધાન
મેઘવિજયગણિના ઉલ્લેખાનુસાર એક સતસંધાન મહાકાવ્યની રચના અનેક કૃતિઓના સર્જક પ્રસિદ્ધ આચાર્ય હેમચન્ટે કરી હતી, પરંતુ તે ઘણું જ વહેલું લુપ્ત થઈ ગયું.
| ઉપલબ્ધ બીજા સપ્તસંધાન મહાકાવ્યની રચના મેઘવિજયગણિએ કરી છે. આ કાવ્યના પ્રત્યેક શ્લેષમય શ્લોક દ્વારા ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને મહાવીર પાંચ તીર્થકરો અને રામ તથાકૃષ્ણ આ સાત મહાપુરુષોનાં ચરિત્રોનો અર્થ મળે છે. આ કાવ્યમાં નવ સર્ગો છે. તેનું કથાનક પૂર્વવર્તી રચનાઓ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વગેરેમાંથી લેવામાં આવ્યું છે.
કથાવસ્તુ- ભરતક્ષેત્રમાં કોશલ, કુર, મધ્ય અને મગધ દેશ નામનાં જનપદોમાં ક્રમશઃ અયોધ્યા, હસ્તિનાપુરી, શૌર્યપુરી, વારાણસી, મથુરા અને કુડપુર નગરીઓ
છે. તેમાં અયોધ્યામાં ઋષભદેવ અને રામચન્દ્રનો, હસ્તિનાપુરીમાં શાન્તિનાથનો, , શૌર્યપુરીમાં નેમિનાથનો, વારાણસીમાં પાર્શ્વનાથનો, વૈશાલીમાં મહાવીરનો અને
મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ નગરીઓમાં રહેનારા ઉક્ત મહાપુરુષોના પિતાઓનાં નામોના ઉલ્લેખ પછી ઉક્ત મહાપુરુષોની માતાઓને ગર્ભધારણ પહેલાં થયેલ સ્વપ્રદર્શનનું અને તે સ્વપ્રોનાં ફળના શ્રવણનું વર્ણન આવે છે અને તે સાથે પહેલો સર્ગ પૂરો થાય છે. બીજા સર્ગમાં ઉક્ત પાંચ તીર્થકરોનાં જન્મનું તેમજ તેમના જન્માભિષેકનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં ઉક્ત સાત મહાપુરુષોના બાલ્યકાળ, યુવાવસ્થા અને રાજ્યપ્રાપ્તિનું આલેખન છે. ચોથા સર્ગમાં તીર્થકરો રાજા બનતાં જ દેશની સમ્પત્તિની વૃદ્ધિ થવાનું, ઋષભ આદિને પુત્ર આદિની પ્રાપ્તિ થવાનું અને શ્રીકૃષ્ણકાલીન કૌરવપાંડવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સર્ગના અંતિમ ભાગમાં કવિએ શ્લેષના આધારે ઋષભ, શાન્તિ, નેમિ, પાર્શ્વ, મહાવીર અને રામના જીવનની ઘટનાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. રામ અન્તઃપુરના જયન્ટના કારણે વનમાં જાય છે, ભરત વિરક્ત થઈ રાજશાસનનું સંચાલન કરે છે. તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરવાની તૈયારી કરે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૬; અભયદેવસૂરિ ગ્રન્થમાલા, બીકાનેર; વિવિધ સાહિત્ય
શાસ્ત્રમાલા (સંખ્યા ૩), વારાણસી, ૧૯૧૭; જૈન સાહિત્યવર્ધક સભા, સૂરત વિ.સં.૨૦૦૦, શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરવિરચિત “સરણી ટીકા સહિત પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org