________________
પ૨૦
જૈન કાવ્યસાહિત્ય
તે જ ભાવોને લઈ એક કાવ્યની રચના કરવાનો પ્રસ્તાવ રાખ્યો જેમાં ચન્દ્ર અને સૂર્ય વચ્ચેના સંગ્રામનું વર્ણન હોય અને અત્તે ચન્દ્રમાનો વિજય દર્શાવવામાં આવતો હોય. મંડને આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને પ્રસ્તુત કાવ્યની તેમણે રચના કરી. કાવ્યમંડન
આ કાવ્યમાં ૧૩ સર્ગો છે. તેમાં વિવિધ છંદોમાં કૌરવો અને પાંડવોની કથા આલેખાઈ છે. ગ્રન્થા... ૧૨૫૦ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યમાં વણ્ય વિષયોને અધિક રોચક બનાવવા માટે કવિએ રસો, અલંકારો તથા અનેક છંદોની યોજના કરી છે. કૃતિમાં અનેક સ્થાનો એવાં છે જે કવિની પ્રૌઢ કાવ્ય સુષમાનો આનંદ આપે છે. - કર્તા – આ કાવ્યના કર્તા મહાકવિ મંડન મંત્રી છે. પ્રત્યેક સર્ગના અંતે કવિએ ટૂંકી પ્રશસ્તિ આપી છે. કૃતિની સમાપ્તિમાં સ્ત્રગ્ધરા છંદમાં એક પ્રશસ્તિ દ્વારા કવિએ પોતાનાં સ્થાન, વંશ વગેરેનો પરિચય આપ્યો છે. તે મુજબ શ્રીમાલ વંશના ઝાંઝણ સંઘવીના બીજા પુત્ર બાહડનો તે નાનો પુત્ર હતો. તે ઘણો પ્રતિભાશાળી, વિદ્વાન અને રાજનીતિજ્ઞ હતો. તેનામાં શ્રી અને સરસ્વતી બન્નેનો અપૂર્વ મેળ હતો. માળવામાં માંડવગઢના હોશંગશાહનો તે મંત્રી હતો. તે વ્યાકરણ, અલંકાર, સંગીત તથા અન્ય શાસ્ત્રોનો મોટો વિદ્વાન હતો. વિદ્વાનો ઉપર તેને ઘણી પ્રીતિ હતી અને કલાની ઉપાસનામાં તે સદા રત રહેતો હતો.
૧. જિનરત્નકોશ, પૃ. ૯૦; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી, સંખ્યા ૧૭, પાટણ (ગુજરાત)થી
પ્રકાશિત. આ કૃતિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૫૦૪ ભાદ્રપદ શુક્લ પંચમીની
લખેલી મળે છે. ૨. શ્રી નિનેન્દ્રનિર્માતોઃ શ્રીમાનવંશોન્નતિઃ.
श्रीमद्वाहडनन्दनस्य दधतः श्रीमण्डनाख्यां कवेः ।। काव्ये कौरवपाण्डवोदयकथारम्ये कृतौ सद्गुणे। माधुर्यं प्रथु काव्यमण्डन इते सर्गोऽयमाद्योऽभवत् ॥ 3. अस्त्येतन्मण्डपाख्यं प्रथितमरिचमूदुर्ग्रहं दुर्गमुच्चै
यस्मिन्नालमसाहिर्निवसति बलवान्दुःसह: पार्थिवानाम्। यच्छौर्येरंमन्दो प्रबलधरणिभृत्सैन्यवन्याभिपाती, शत्रुस्त्रीबाष्पवृष्ट्याऽप्यधिकतरमहो दीप्यते सिच्यमानः ।। ५३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org