________________
લલિત વાદ્યય
૫૧૯
આ કાવ્ય ઉપર કવિના શિષ્ય ધર્મશખરગણિએ ટીકા લખી છે. કાવ્યનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું છે.
અન્ય લઘુકાવ્યોમાં મંડનકવિનાં ત્રણ લઘુકાવ્યો ઉલ્લેખનીય છે. તેમનું સંક્ષિપ્ત વિવરણ નીચે આપીએ છીએ. કાદમ્બરીમંડન
કવિ મંડનની કૃતિઓમાંની આ એક છે. તેની રચના મંડને માળવાના બાદશાહ હોશંગશાહના અનુરોધથી કરી હતી. હોશંગશાહને મંડન જેવા વિદ્વાનોની સંગતિથી સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ઘણો પ્રેમ થઈ ગયો હતો. એક વખત સાંજે તેણે એક વિદ્ધગોષ્ઠી રાખી અને મંડન કવિને કહ્યું, “મેં કાદમ્બરીની ઘણી પ્રશંસા સાંભળી છે, તેની કથા સાંભળવાની મને ઘણી લાલસા છે પરંતુ રાજકાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે આટલો મોટો ગ્રંથ સાંભળવાનો મને સમય નથી. તમે તો મોટા વિદ્વાન છો, તેનો સંક્ષેપ કરી મને સંભળાવો.” બાદશાહની ઈચ્છા પૂરી કરવા મંડને મૂળ કાદમ્બરીનો સંક્ષેપ અનુષ્ટ્રમ્ છંદોમાં ચાર પરિચ્છેદોમાં કર્યો છે. ચન્દ્રવિજયપ્રબન્ધ
આ કાવ્યમાં ચન્દ્ર અને સૂર્ય વચ્ચેનો સંગ્રામ થયો હોવાનું વર્ણન છે અને આઠ પ્રહરના ભયંકર સંગ્રામ પછી ચન્દ્રમાનો વિજય દેખાડ્યો છે.
આ અપૂર્વ કાવ્યના સર્જક વિદ્વાન મંત્રી અને કવિ મંડન છે. આ કાવ્યના સર્જનનું કારણ મનોરંજક છે. એક રાતે મંડનના નિવાસે પ્રસિદ્ધ વિદ્વાનો અને કવિઓનો મોટો સમારોહ હતો. પૂનમ હોવાને કારણે ચન્દ્રમાં પણ પૂર્ણ કલાઓ સાથે હતો. સભા આખી રાત અને બીજા દિવસે સંધ્યા સુધી બરાબર ચાલતી રહી. વિદ્વાનોએ ચન્દ્રમાને પોતાની સમસ્ત કલાઓ સાથે પૂર્વમાં ઉદય પામતો જોયો, પછી સવારે રવિના કિરણોથી પરાસ્ત થઈ પશ્ચિમમાં નિસ્તેજ થઈ વિલીન થતો જોયો અને પુનઃ પોતાની સમસ્ત કલાઓ સાથે પૂર્વમાં ઉદય પામતો જોઈ
૧. જિનરત્નકોશ, પૃ. ૮૪; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી, સંખ્યા ૮, પાટણ (ગુજરાત)થી
પ્રકાશિત. આ કૃતિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧પ૦૪માં લખાયેલી મળે છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૨૦; હેમચન્દ્રાચાર્ય સભા, પાટણ (ગુજરાત), સંખ્યા ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org