________________
લલિત વાક્રય
આવી છે. તેની રચના મહાકવિ કાલિદાસના કુમારસંભવમાંથી પ્રેરણા લઈને
કરવામાં આવી છે.
તેની કથાવસ્તુ સંક્ષેપમાં આ પ્રમાણે છે અયોધ્યાના રાજા નાભિરાય અને રાણી મરુદેવીના પુત્ર ઋષભનો જન્માભિષેક થયો. તે શૈશવાવસ્થા સમાપ્ત કરી યુવાવસ્થામાં પ્રવેશે છે (સર્ગ ૧). ઋષભની કીર્તિ સર્વત્ર ફેલાય છે. ઈન્દ્ર આદિ દેવોને ઋષભદેવના વિવાહની ચિંતા થાય છે. મહારાજ નાભિરાયે પણ ઋષભદેવને વિવાહનો અનુરોધ કર્યો (સર્ગ ૨). અન્ય પ્રજાજનોએ પણ અનુરોધ કર્યો. આ અનુરોધોનો કોઈ ઉત્તર ઋષભદેવે આપ્યો નહિ. ‘મૌન એ સ્વીકૃતિનું લક્ષણ છે’ એ નિયમે તેમના વિવાહની તૈયારીઓ કરવામાં આવી (સર્ગ ૩). સુમંગલા અને સુનંદાને લગ્નમંડપમાં લાવવામાં આવી. અપ્સરાઓ નભોમંડલમાં નૃત્ય કરવા લાગી, વગેરે (સર્ગ ૪). ઋષભદેવનું સુમંગલા અને સુનંદા સાથે પાણિગ્રહણ થયું. ચારે તરફ જય-જય ધ્વનિ સંભળાવા લાગ્યો. આ સર્ગમાં પતિપત્નીના સંબંધો અને કર્તવ્યોનું નિરૂપણ છે (સર્ગ પ). પછી રાત્રિ, ચન્દ્રોદય, ષઋતુ વગેરે વર્ણનાત્મક પ્રસંગો આપ્યા છે. સર્ગાન્ત સુમંગલાને ગર્ભ રહ્યાનું સૂચન કરવામાં આવ્યું છે (સર્ગ ૬). એક રાત્રિના પાછલા પ્રહરમાં સુમંગલાને ચૌદ સ્વપ્રો આવે છે. તે તેનું ફળ જાણવા પ્રભુના વાસગૃહમાં જાય છે (સર્ગ ૭). ઋષભદેવ એક એક સ્વપ્રનું ફળ જણાવે છે અને કહે છે કે સુમંગલા ચક્રવર્તી પુત્રને જન્મ આપશે (સર્ગ ૯). સુમંગલા પોતાના વાસભવનમાં આવે છે અને સખીઓને આખો વૃત્તાન્ત જણાવે છે (સર્ગ ૧૦). ઈન્દ્ર આવીને સુમંગલાના ભાગ્યની પ્રશંસા કરે છે અને તેને કહે છે કે સમયની અવિધ પૂરી થતાં તેને પુત્રરત્નની પ્રાપ્ત થશે, તેના પતિનું વચન કદી મિથ્યા ન હોઈ શકે. તેના પુત્રના નામ ઉપરથી આ ભૂમિ ‘ભારત’ નામ અને વાણી ‘ભારતી' નામે ઓળખાશે. મધ્યાહ્નવર્ણન સાથે કાવ્ય સમાપ્ત થાય છે (સર્ગ ૧૧).
૫૧૭
જો કે કવિ કાલિદાસકૃત કુમારસંભવની જેમ જૈન કુમારસંભવનું પ્રયોજન કુમાર(ભરત)ના જન્મનું વર્ણન કરવાનો છે પરંતુ જેમ કુમારસંભવના પ્રામાણિક ભાગ (પ્રથમ આઠ સર્ગ)માં કાર્તિકેયના જન્મનું આલેખન કરવામાં નથી આવ્યું
૧. જિનરત્નકોશ, પૃ. ૯૪, ૧૧૪; ભીસમી માણેક, મુંબઈ દ્વારા પ્રકાશિત; જૈન પુસ્તકોદ્વાર સંસ્થા, સુરત, ૧૯૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org