________________
૫૧૮
તેમ જ જૈન કવિએ તેમના આ મહાકાવ્યમાં પણ ભરતકુમારના જન્મનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો અને આમ બન્ને કાવ્યોનાં શીર્ષક તેમના પ્રતિપાદ્ય વિષય અનુસાર ચરિતાર્થ નથી. જૈન કુમારસંભવમાં છઠ્ઠા સર્ગમાં સુમંગલાના ગર્ભાધાનનો નિર્દેશ કર્યા પછી પણ કાવ્યને પાંચ વધારે સર્ગોમાં ખેંચ્યું છે. તેથી કથાક્રમ વિશૃંખલ થયો છે અને કાવ્યનો અંત ઘણો આકસ્મિક અને નિરાશાજનક રીતે થયો છે, ભલે ને તે કવિની વર્ણનાત્મક પ્રકૃતિને અનુકૂળ હોય. જે હો તે, પરંતુ કાલિદાસનો પ્રભાવ કવિ ઉપર ઘણો છે અને તે તેમની કૃતિ કુમારસંભવથી ખાસ કરીને પ્રભાવિત છે. કુમારસંભવ અને જૈન કુમારસંભવની પરિકલ્પના, કથાનકના વિકાસ અને ઘટનાઓના સંયોજનમાં પર્યાપ્ત સામ્ય છે. આ કાવ્યની શૈલીમાં જે પ્રસાદગુણ અને આકર્ષણ છે તે પણ કાલિદાસની શૈલીની સહજતા અને પ્રાંજલતાના પ્રભાવને કારણે જ છે.
આ કાવ્યની કથા આમ તો બહુ જ લઘુ છે અને ૩-૪ સર્ગોની જ સામગ્રી છે પરંતુ કવિએ તેમાં વિવિધ વર્ણનો, સંવાદો, સ્તોત્રો અને પ્રશસ્તિગાનો ભરીને કથાને ૧૧ સર્ગની બનાવી દીધી છે. આ કાવ્યની ભાષાશૈલી ઉદાત્ત અને પ્રૌઢ છે. કવિએ વિભિન્ન રસોનું ચિત્રણ તો કર્યું છે પરંતુ કોઈ એક રસનું પ્રધાનપણે પલ્લવન નથી કર્યું. આ કાવ્યમાં અલંકારોની સુરુચિપૂર્ણ યોજના કરવામાં આવી છે. કાવ્યમાં ચિત્રબંધની યોજના ક્યાંય કરવામાં નથી આવી. છંદોની યોજનામાં કવિએ શાસ્ત્રીય નિયમોનું પાલન કર્યું છે. પ્રત્યેક સર્ચમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. કવિએ કુલ મળીને ૧૭ છંદોનો પ્રયોગ કર્યો છે. આ બધા છંદો સુજ્ઞાત છે.
કવિપરિચય અને રચનાકાલ આ કાવ્યના કર્તા કવિ જયશેખરસૂરિ છે. તે અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. જૈન કુમારસંભવની પ્રશસ્તિમાં આ કાવ્યનો રચનાકાલ વિ.સં.૧૪૮૩ આપવામાં આવ્યો છે. પ્રશસ્તિમાં તેમની અન્ય રચનાઓનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે, જેમ કે ઉપદેશચિંતામણિ (સં.૧૪૩૬), પ્રબોધચિંતામણિ (સં.૧૪૬૪), ધમ્મિલચરિત.૪
---
૧. પ્રોધોપવેશશ્ન વિન્તામર્માળગૃતોત્તૌ । कुमारसंभवं काव्यं चरितं धम्मिलस्य च ॥
૨. હીરાલાલ હંસરાજ, જામનગર. ૩. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. ૪. હીરાલાલ હંસરાજ, જામનગર.
Jain Education International
જૈન કાવ્યસાહિત્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org