________________
લલિત વાધૈય
પછી ૧૫મીથી ૨૦મી સદી સુધી જૈન કવિઓએ આ દિશામાં પ્રચુર રચનાઓ કરી. તેમાં મહોપાધ્યાય સમયસુંદરચરિત ‘અષ્ટલક્ષી’ (સં. ૧૬૪૯) ભારતીય કાવ્યસાહિત્યનું જ નહિ પરંતુ સમગ્ર વિશ્વસાહિત્યનું અદ્વિતીય રત્ન છે. કહેવાય છે કે એક વાર અકબરની સભામાં જૈનોના ‘શસ્ત્ર સુત્તસ્સ અનંતો ગો' વાક્યનો કોઈએ ઉપહાસ કર્યો. આ વાત ઉક્ત ઉપાધ્યાયને ખટકી અને ઉક્ત સૂત્રવાક્યની સાર્થકતા દર્શાવવા માટે રાનાનો તે સૌમ્' આ આઠ અક્ષરવાળા વાક્યના દસ લાખ બાવીસ હજાર ચાર સો સાત અર્થ કર્યા અને વિદ્વાનો સમક્ષ અકબરને સંભળાવ્યા. તેથી સૌ ચિકત થઈ ગયા. પછી કવિએ ઉક્ત અર્થોમાંથી અસંભવ યા યોજનાવિરુદ્ધ અર્થો કાઢી નાખી આ ગ્રન્થ ‘અષ્ટલક્ષી’· બનાવ્યો. કવિ લાભવિજયે ‘નમો ટુર્વા વૈિરિવારનિવારને । અર્હત યોશિનાથાય મહાવીરાય તાયિને ।।' આ શ્લોકના પાંચ સો અર્થ કર્યા છે. આ પ્રકારની રચનાઓમાં મનોહર અને શોભને રચેલા ચતુસંધાન કાવ્યનો ઉલ્લેખ મળે છે. આ પ્રસંગમાં નરેન્દ્રકીર્તિના શિષ્ય પં. જગન્નાથની (સં.૧૬૯૯) બે રચનાઓ ‘સપ્તસંધાન' અને ‘ચતુર્વિંશતિસંધાન’ પણ ઉલ્લેખનીય છે. ‘ચતુર્વિંશતિસંધાન'માં શ્લેષમય એક જ પદ્યમાં ૨૪ તીર્થંકરોનો અર્થબોધ કરાવતી સ્તુતિ છે. આ પઘ નીચે મુજબ
છે.
श्रेयान् श्रीवासुपूज्यो वृषभजिनपतिः श्रीदुमांकोऽथ धर्मो, हर्यंकः पुष्पदन्तो मुनिसुव्रतजिनोऽनन्तवाक् श्रीसुपार्श्वः । शान्तिः पद्मप्रभोरो विमलविभुरसौ वर्धमानोऽप्यजांको, लर्निम सुमतिरवतु सच्छ्रीजगन्नाथधीरम् ॥ આ કાવ્યના સંસ્કૃત ટીકાકાર કવિ જગન્નાથ પોતે જ છે. કેટલાક વિદ્વાન પંડિતરાજ જગન્નાથને (રસગંગાધરકારને) ઉક્ત પદ્યના કર્તા માને છે પરંતુ ટીકાના
૧. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, સુરત, ગ્રન્થાંક ૮૧
૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૮, કિરણ ૧
૩. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૫, કિરણ ૪, પૃ. ૨૨૫
૫૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org