________________
૫૨૬
જેન કાવ્યસાહિત્ય
તે અલંકારોને પોતાની ટીકા પદકૌમુદીમાં સારી રીતે દર્શાવ્યા છે. અન્તિમ સર્ગમાં (ખાસ કરીને શ્લોક નંબર ૪૩ અને આગળ) શબ્દાલંકારોના અનેક પ્રકારોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિ ભારવિ, માઘ વગેરે કવિઓમાં પણ દેખાય છે. શ્લોક ક્રમાંક ૧૪૩ સર્વગત પ્રત્યાગતનું ઉદાહરણ છે.
આ કાવ્યના આઠમા સર્ગને છોડી પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને સર્વાન્ત કેટલાક શ્લોકો વિવિધ છંદોમાં રચાયા છે. કુલ મળીને ૩૧ વિવિધ છંદોનો પ્રયોગ થયો છે.
તેના અઢાર સર્ગોમાં કુલ શ્લોકો ૧૧૦૫ છે. આ કાવ્ય પોતાની પૂર્વવર્તી રચનાઓથી – રઘુવંશ, મેઘદૂત, કિરાતાર્જનીય અને શિશુપાલવધથી – અનુપ્રાણિત
છે.
- કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના કર્તા મહાકવિ ધનંજય છે. કવિએ પોતાના વંશ યા ગુરુવંશ વગેરેનો કોઈ ઉલ્લેખ પોતાની કોઈ પણ કૃતિમાં નથી કર્યો. ટીકાકાર નેમિચન્દ્ર આ કાવ્યના અંતિમ શ્લોકની વ્યાખ્યામાં કવિના પિતાનું નામ વસુદેવ, માતાનું નામ શ્રીદેવી અને ગુરુનું નામ દશરથ જણાવ્યું છે. સંભવતઃ કવિ ગૃહસ્થ હતા.
ધનંજયની આ કૃતિ પોતાના જ યુગમાં બહુ ઉત્કૃષ્ટ મનાવા લાગી હતી અને આ કાવ્યની રચનાને કારણે જ કવિ “કિસન્માનકવિ' નામથી પ્રસિદ્ધ બની ગયા હતા. કવિએ પોતાના ઉત્કૃષ્ટ કાવ્યને અકલંકના પ્રમાણશાસ્ત્ર અને પૂજયપાદના વ્યાકરણ સમાન ઉચ્ચ કોટિનું કહ્યું છે :
प्रमाणमकलंकस्य पूज्यपादस्य लक्षणम् ।
દિન્યાનઃ વેવ્ય રત્નાથપશ્ચમમ્ . નામમાલા, ૨૦૧. કવિ અને તેના કાવ્યની ખ્યાતિ પશ્ચાત્કાલીન કવિઓમાં બહુ જ હતી. ધારાનરેશ ભોજે પોતાના “શૃંગારપ્રકાશ' (૧૧મી સદીના મધ્ય)માં “ઇડનો ધનંગથી વા દિધાનપ્રવલ્પો રામાયણ મહામારતાથવનુવMતિ વડે ઉક્ત કવિનું સ્મરણ કર્યું છે. ભોજના સમકાલીન પ્રભાચન્દ્રાચાર્યે પણ પોતાના ગ્રન્થ
૧. ભોજ, શૃંગારપ્રકાશ, મદ્રાસ, ૧૯૬૨, પૃ. ૪0૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org