________________
પર ર.
જૈન કાવ્યસાહિત્ય
કરવામાં આવ્યા છે. સંસ્કૃતમાં મળતાં સંધાનકાવ્યોમાં સૌથી પ્રાચીન અને ઉત્તમ કાવ્ય ધનંજયનું દ્વિસંધાન કાવ્ય (૮મી સદી) છે. જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં ૧૧મી સદીના એક પંચસંધાન મહાકાવ્યની કન્નડ હસ્તપ્રત ઉપલબ્ધ છે. તેના કર્તા શાન્તિરાજ કવિ છે. આ જ વિષયની ૧૧મી સદીની એક રચના સૂરાચાર્ય કૃત નેમિનાથચરિત' (નાભેયનેમિદ્વિસંધાન) (સં. ૧૦૯૦) છે. તેના શ્લેષમય પડ્યો દ્વારા નેમિનાથના ચરિત સાથે ઋષભદેવના જીવચરિતનો અર્થ પણ નીકળે છે. આ જાતની એક બીજી રચના નાભેયનેમિદ્વિસંધાન (૧૨મી સદી) છે. આ કાવ્યમાં પણ નેમિ અને ઋષભની કથાઓ સમાન્તર ચાલે છે. કહેવાય છે કે આનું સંશોધન કવિચક્રવર્તી શ્રીપાલે કર્યું છે. આની હસ્તપ્રતો વડોદરા અને પાટણના ભંડારોમાં સુરક્ષિત છે.
પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રના શિષ્ય વર્ધમાનગણિએ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય રચ્યું છે. તેમાં ૮૭મું પદ્ય એવું અદ્દભુત અનેકાર્થી રચ્યું છે કે પ્રારંભમાં તેમણે તેના છ અર્થો કર્યા પરંતુ પછી તેમના શિષ્ય ૧૧૬ અર્થ કર્યા. તેમાંથી ૩૧ અર્થ કુમારપાલ સંબંધી, ૪૧ અર્થ હેમચન્દ્રાચાર્ય સંબંધી અને ૧૦૯ અર્થ વાભેટ મંત્રી સંબંધી નીકળે છે. આ પદ્ય ટીકા સાથે પ્રકાશિત થઈ ગયું છે. - વર્ધમાનગણિના સમકાલીન સોમપ્રભાચાર્ય શતાર્થિક કાવ્યના રૂપમાં એક પદ્યની રચના કરી અને તેના ઉપર પોતે જ ટીકા રચી. તેમાંથી તેમણે ૧૦૬ અર્થો કાઢ્યા છે જેમાં ૨૪ તીર્થકરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ચૌલુક્ય નરેશ જયસિંહ, કુમારપાળ, અજયપાલના અર્થો સમાવેશ પામે છે. આ કાવ્ય ટીકા સાથે પ્રકાશિત થઈ ગયું છે.
૧. કાવ્યમાલા, ગ્રન્થાંક ૫૭, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૨૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૨૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૧૬ ૪. એજન, પૃ. ૨૧૦ પ. અનેકાર્થસાહિત્યસંગ્રહ, પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલી, પુષ્પ ૨, અમદાવાદ ૬. એજન, પૃ. ૧-૬૮ ૭. એજન, પૃ. ૬૮-૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org