________________
લલિત વાય
૫૨૧
તેની કવિગોષ્ઠીમાં અનેક વિદ્વાન, કલાકાર એકત્ર થતા હતા અને તેમને તે ભૂમિ, વસ્ત્ર આદિ આપી સંતુષ્ટ કરતો હતો. તેના જીવનચરિત ઉપર કવિ મહેશ્વરે એક મનોહર કાવ્ય રચ્યું છે. મંડને લખેલા કે લખાવેલા ગ્રન્થોની પ્રતિઓમાં આપવામાં આવેલી પ્રશસ્તિઓમાંથી જાણવા મળે છે કે તે પંદરમી સદીના અંત સુધી જીવિત હતો.૧
મંડને અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તેમાંથી જે પ્રકાશમાં આવી છે તેની યાદી નીચે મુજબ છે : (૧) કાદમ્બરીમંડન, (૨) ચમ્પમંડન, (૩) ચન્દ્રવિજયપ્રબન્ધ, (૪) અલંકારમંડન, (૫) કાવ્યમંડન, (૬) શૃંગારમંડન, (૭) સંગીતમંડન, (૮) ઉપસર્ગમંડન, (૯) સારસ્વતમંડન, (૧૦) કવિકલ્પદ્રુમ. કર્તાએ પોતાની પ્રત્યેક કૃતિની સાથે પોતાનું નામ જોડ્યું છે. મંડનનો અર્થ ભૂષણ પણ લઈ શકાય. તે કૃતિઓમાં અલંકારમંડન અને કવિકલ્પદ્રુમ કાવ્યશાસ્ત્ર ઉપર, સંગીતમંડન સંગીતશાસ્ત્ર ઉપર, ઉપસર્ગમંડન સંસ્કૃતના પ્ર, પરા, આદિ ઉપસર્ગો ઉપર અને સારસ્વતમંડન સારસ્વત વ્યાકરણ ઉપર લખાઈ છે. બાકીની કૃતિઓ કાવ્યો છે. સંધાન યા અનેકાર્થક કાવ્ય
સંસ્કૃત ભાષામાં જ્યાં એક બાજુ એક વસ્તુના અનેક પર્યાયવાચી શબ્દો હોય છે ત્યાં કેટલાક એવા શબ્દો પણ છે જેમના અનેક અર્થો હોય છે. સંસ્કૃતની આ વિશેષતાનો જૈન મનીષીઓએ કાવ્યના ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગ કર્યો. તેમણે સંધાન અર્થાત્ શ્લેષમય ચિત્રકાવ્યોની રચના કરી છે અને સંધાનનો સ્તોત્ર સાહિત્યના રૂપમાં પણ વિકાસ કર્યો છે. તેમણે દ્વિસંધાન, ચતુઃસંધાન, પંચસંધાન, સપ્તસંધાન અને ચતુર્વિશતિસંધાન કાવ્યોનું સર્જન કર્યું છે.
અનેકાર્થ કાવ્યોની રચના કરવા તરફની જૈન કવિઓની પ્રવૃત્તિ ઈ.સ.ની પમી-૬ઠ્ઠી સદીથી શરૂ થઈ છે. વસુદેવહિડીની ચત્તારિ અઢગાથાના ચૌદ અર્થો
૧. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, ખંડાલા, રાજસ્થાન, વિ.સં.૨૦૧૫, પૃ. ૧૨૮-૧૩૪,
દૌલતસિંહ લોઢા, મંત્રી મંડન ઔર ઉસકા ગૌરવશાલી વંશ ૨. આમાં પ્રથમ છ ગ્રન્થ હેમચન્દ્રાચાર્ય સભા, પાટણથી પ્રકાશિત થયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org