________________
૫૧૬
જૈન કાવ્યસાહિત્ય
છે. તે માટે તેમણે પ્રત્યેક સર્ગના છંદોનો નિર્દેશ કરવા છંદોને પૂરા લક્ષણ સાથે સર્ગના પ્રારંભે કે સ્થાને સ્થાને સૂચિત કર્યા છે. તેમણે અનેક અપ્રસિદ્ધ છંદોનો પ્રયોગ કર્યો છે અને સૌભાગ્યથી તે છંદોનાં નામોનો નિર્દેશ કરીને તેમણે વાચકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. કાવ્યના પ્રત્યેક સર્ગના અન્તિમ પદ્યમાં કવિએ પોતાના નામનો “માણિક્ય' શબ્દ આપ્યો છે અને સમાપ્તિસૂચક વાક્યમાં “મણિજ્યાં શ્રીશ્રીધરરિતે પદથી જણાવ્યું છે કે કાવ્ય “માણિક્યાંક' છે.
આ કાવ્યમાં ભગવાન્ પાર્શ્વનાથના પૂર્વભવના જીવ વિજયચન્દ્ર અને તેમની પટ્ટરાણી સુલોચનાનું રોચક ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. જો કે કાવ્યનું શીર્ષક વિજયચન્દ્રના સાતમા પૂર્વભવના જીવ શ્રીધરના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે છતાં આ કથાના નાયક તો વિજયચન્દ્ર જ છે અને વિજયચન્દ્રનાં સાહસિક કાર્યોનું તથા તેમના વૈરાગ્યનું વર્ણન એ કાવ્યની કથાવસ્તુ છે.
પ્રસ્તુત કાવ્યમાં આ કથાને નિબદ્ધ કરવામાં કવિએ મહાકાવ્યનાં બધાં લક્ષણોને અપનાવ્યાં છે પરંતુ સર્ગોની સંખ્યા ઓછી હોવાથી તેને લઘુકાવ્ય ગયું છે. તેમાં શૃંગાર, હાસ્ય, અદ્ભુત, શાન્ત વગેરે રસોનું આલેખન કવિએ ઘણા જ કૌશલથી કર્યું છે. ભાષા પ્રસાદગુણપૂર્ણ છે. કવિ કલ્પનાઓ કરવામાં ઘણા ચતુર છે. આ કાવ્ય ઉપર કવિએ પોતે દુર્ગપદવ્યાખ્યા લખી છે, તેમાં પ્રત્યેક સર્ગના આદિમાં છંદોનાં સૂચક લક્ષણો આપવામાં આવ્યાં
છે.
કવિ પરિચય અને રચનાકાલ – કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા માણિક્યસુંદર છે. તેમણે આ કૃતિને દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૬૩માં રચી હતી અને મેરુમંડલના સત્યપુરમાં શ્રીપૂજય ગચ્છાધીશ પાસે શુદ્ધ કરાવી હતી. ઉક્ત પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે અંચલગચ્છના મેરૂતુંગ તેમના દીક્ષાગુરુ હતા અને જયશેખરસૂરીશ્વર ગુરુ હતા.
તેમની અન્ય રચનાઓ છે – ચતુષ્કર્વી, શુકરાજકથા, પૃથ્વીચન્દ્રચરિત્ર (જૂની ગુજરાતી), ગુણવર્મચરિત્ર, ધર્મદત્તકથા, અજાપુત્રકથા અને આવશ્યક ટીકા વગેરે. જૈનકુમારસંભવ
પ્રસ્તુત કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે અને તેમાં ભરતકુમારની કથા કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org