________________
૫૧૪
જૈન કાવ્યસાહિત્ય
અર્થાલંકારોમાં ઉન્મેલા, વિરોધાભાસ, અપવ્રુતિ, દીપક આદિ અલંકારોનો સારો પ્રયોગ કરવામાં આવ્યો છે. બાલભારતમાં અધિકાંશ સર્ગોમાં એક જ છંદનો પ્રયોગ થયો છે પરંતુ સર્માન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. સર્ચ ૧૯, ૩૩, ૩૪, ૪૩ અને ૪૪માં અનેક છંદોનો પ્રયોગ થયો છે. તેમાં કુલ મળીને ૨૭ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં અનુષ્ટ્રભુનો પ્રયોગ સર્વાધિક થયો છે.
અંતિમ સર્ગને છોડી બધા સર્ગોના પ્રારંભમાં કર્તાએ એક એક પદ્ય દ્વારા વ્યાસદેવની પ્રાર્થના કરી છે. પ્રત્યેક સર્ગના અંતે વીર શબ્દનો પ્રયોગ કરી કાવ્યને વીરાંક કાવ્ય કહ્યું છે. તેમાં કુલ મળીને ૫૪૮૨ પદ્ય છે, તેનો ગ્રન્થાઝ અનુણુભૂમાપથી ૬૯૫૦ શ્લોક થાય છે. - કવિ પરિચય અને રચનાકાલ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિ છે. તે વાયટગચ્છના હતા. તેમનાથી પહેલાં વાયટગચ્છમાં પરકાયપ્રવેશવિદ્યામાં નિપુણ જીવદેવસૂરિ થયા હતા. તેમની શિષ્ય પરંપરામાં “વિવેકવિલાસ'ના કર્તા શ્રી જિનદત્તસૂરિ થયા. આ જિનદત્તસૂરિના જ શિષ્ય અમરચંદ્રસૂરિ થયા. તે પોતાના સમયના મૂર્ધન્ય વિદ્વાન હતા. ગુર્જરનરેશ વસલદેવે તેમને કવિસાર્વભૌમની ઉપાધિ આપી હતી. તેમના જીવનનો પરિચય તેમની બીજી કૃતિ “પદ્માનન્દમહાકાવ્ય'માંથી તથા રત્નશેખરસૂરિકૃત “ચતુર્વિશતિપ્રબંધ' અને રત્નમંદિરમણિકૃત “ઉપદેશતરંગિણી'માંથી પણ મળે છે. તેમના કલાગુર અરિસિંહ ઠક્કર હતા. કવિ આશુકવિ હતા અને વાય-નિવાસી બ્રાહ્મણોની વિનંતીથી તેમણે સંપૂર્ણ મહાભારતનો સંક્ષેપ બાલભારત' શીધ્ર રચી દીધો. કાલાન્તરે કોષ્ઠાગારિક પદ્મ મંત્રીની વિનંતીથી કવિએ પદ્માનન્દમહાકાવ્યની રચના કરી.
કવિની અન્ય કૃતિઓ છે – (૧) કાવ્યકલ્પલતા યા કવિશિક્ષા, (૨) કાવ્યકલ્પલતાવૃત્તિ, (૩) ચતુર્વિશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ, (૪) સુકૃતસંકીર્તનના પ્રત્યેક સર્ગનાં અંત્તિમ ચાર પદ્ય, (૫) સ્વાદિશબ્દસમુચ્ચય, (૬)
કાવ્યકલ્પલતાપરિમલ, (૭) કાવ્યકલ્પલતામંજરી, (૮) કાવ્યકલાપ, (૯). - છન્દોરત્નાવલી, (૧૦) અલંકારપ્રબોધ અને (૧૧) સૂક્તાવલી.
૧. આ છંદોના અધ્યયન માટે જુઓ હરિ દામોદર વેલકરનો લેખ : પ્રોસોડિયલ પ્રેક્ટીસ
ઓફ સંસ્કૃત પોએટ્સ, જર્નલ ઓફ ધી બોમ્બ બ્રાંચ ઑફ ધી રૉયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૨૪-૨૫, પૃ. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org