________________
૫૧૨
1
यदालोकनतः સઘઃ सरलं तरलं तराम् रसिकस्य मनो भूयात् कविता वनितेव सा 11
***
सदुक्तिमपि गृह्णाति प्राज्ञो नाज्ञो जनः पुनः 1 किमकूपारवत् कूपं वर्धयेद् विधुदीधितिः ॥ " કર્તા અને રચનાકાલ આ આધુનિક કાળની રચના છે. આ કાવ્યના અન્વે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા બાલબ્રહ્મચારી વાણીભૂષણ પં. ભૂરામલ શાસ્ત્રી છે. તે જયપુર પાસે આવેલા રાણાલી ગામના નિવાસી દિગંબર જૈન ખંડેલવાલ જાતિના છાવડા ગોત્રના હતા. પ્રશસ્તિમાં તેમણે પોતાના પિતાનું નામ શ્રેષ્ઠિ ચતુર્ભુજ અને માતાનું નામ ધૃતવરી દેવી જણાવ્યું છે. આ કાવ્યને કવિએ નવ્ય પદ્ધતિથી રચેલું કાવ્ય કહ્યું છે. આ કાવ્યની રચના સં. ૧૯૯૪ આસપાસ થઈ છે.
કેટલાક જૈન કવિઓએ જૈન કથાનકો સિવાય અન્ય કથાનકો ઉપર પણ મહાકાવ્યો રચ્યાં છે. તેમાં અમરચન્દ્રસૂરિનું બાલભારત મહત્ત્વનું છે.
―――
જૈન કાવ્યસાહિત્ય
બાલભારત
3
આ કાવ્ય ‘મહાભારત'ની સંપૂર્ણ કથાનો સાર છે. મૂળ મહાભારતની જેમ આ પણ ૧૮ પર્વોમાં વિભાજિત છે અને આ પર્વો પણ એક કે એકથી વધુ સર્ગોમાં વિભાજિત છે. સર્ગોની કુલ સંખ્યા ૪૪ છે. કાવ્યમાં કુલ મળીને ૫૪૮૨ પદ્ય છે. તે પદ્યો વિવિધ ૨૩ છંદોમાં રચાયાં છે. કાવ્યનો ગ્રન્થાગ્ર ૬૯૫૦ શ્ર્લોકપ્રમાણ છે.
આ કાવ્યની કથાસામગ્રી મહાભારતમાંથી લેવામાં આવી છે. મૂળ મહાભારતને સંક્ષિપ્ત કરવામાં કર્તાએ કેવળ તેના કથાભાગ ઉપર જ ધ્યાન આપ્યું છે અને નીતિ તથા ધર્મશાસ્ત્રની વાતો પ્રાયઃ છોડી દીધી છે. તેથી શાન્તિપર્વ અને અનુશાસનપર્વ જેવાં અને મોટાં પર્વો એક એક સર્ગમાં જ સમાપ્ત કરવામાં આવ્યાં છે. જ્યાં મહાભારતમાં વિવિધ ઘટનાઓમાં મહાકાવ્યોચિત ધારાવાહિકતાનો અવરોધ છે
१. पुरुषपदार्थधरालोकमिते विक्रमोक्तसंवत्सरे हिते ।
શ્રાવળમાસિમિતિ પ્રતિયાતિ પૂર્ણ બિનપરહિતનત્તિ ॥ ૨૮.૧૧૦ ૨. નવ્યાં પદ્ધતિમુક્ષુવૃત્તિમિ: વ્યાવ્યું મતં તત્કૃતમ્ ॥ ૩.૧૧૭ ૩. કાવ્યમાલા (સંખ્યા ૪૫), નિર્ણયસાગર, મુંબઈ, ૧૮૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org