________________
લલિત વાધૈય
કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત – સમકક્ષ જૈન સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના અભાવની પૂર્તિ કરવા આ કાવ્યની રચના કરી છે. આ કાવ્યનું સંશોધન રાજશેખરસૂરિએ કર્યું હતું. કવિએ આ કાવ્યની રચનાનો સમય પણ ઉક્ત પ્રશસ્તિમાં સં. ૧૪૧૦ આપ્યો છે.
જયોદયમહાકાવ્ય
આ કાવ્યમાં ૨૮ સર્ગ છે. તેમાં જિનસેન પ્રથમે પોતાના મહાપુરાણમાં નિરૂપેલા ઋષભદેવ-ભરતકાલીન જયકુમા૨-સુલોચનાના પૌરાણિક કથાનકને મહાકાવ્યનું રૂપ આપવામાં આવ્યું છે. તેના ૩-૫ સર્ગોમાં સ્વયંવરનું વર્ણન છે, ૬-૮માં યુદ્ધનું વર્ણન છે, ૯મામાં જયકુમારના વિવાહનું વિસ્તૃત વર્ણન આદિ છે, ૧૪મા સર્ચમાં વનક્રીડાનું વર્ણન છે, ૧૫મામાં સંધ્યાવર્ણન છે, ૧૬મામાં પાનગોષ્ઠીવર્ણન છે, ૧૭મામાં રાત્રિનું અને સંભોગનું વર્ણન છે, અને ૧૮મામાં પ્રભાતવર્ણન છે. આ બધાં વર્ણનો મહાકાવ્યને અનુરૂપ છે.
આ કાવ્યમાં કવિએ વિવિધ છંદો, શબ્દ અને અર્થ અલંકારો તથા વિવિધ રસોના સન્નિવેશની સાથે કથાનકને ઘણી જ રોચક રીતે રજૂ કર્યું છે. અનુપ્રાસનો સ્થળે સ્થળે અધિક માત્રામાં પ્રયોગ થવાથી ક્યાંક ક્યાંક અર્થની સ્પષ્ટતામાં બાધા પડે છે. પ્રસ્તુત કાવ્યમાં કવિપરંપરાના નિયમોના નિર્વાહની સાથે સાથે આધુનિકતાનો પુટ વિશેષ દેખાય છે. નવા પરિવેશમાં પુરાણા છંદોનો પ્રયોગ જોવા જેવો છે. સામાન્યતઃ પ્રત્યેક સર્ગના ઉપાત્ત્વ શ્લોકમાં પ્રાયઃ કોઈ ને કોઈ ચક્રબન્ધનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આ કવિની શબ્દાલંકારપ્રિયતાને સૂચવે છે.
આ કાવ્યના ઉક્તિવૈચિત્ર્યના કેટલાક નમૂના નીચે મુજબ છે : વિતાયા: વિઃ જતાં સિજોવિઃ પુનઃ । रमणीरमणीयत्वं पतिर्जानाति नो पिता
11
***
૧. એજન, પદ્ય ૧૩-૧૪ ૨. એજન, પદ્ય ૧૧
૩. એજન, પદ્ય ૧૨
૪. પ્રકાશક બ્રહ્મ. સૂરજમલ, વી.સં. ૨૪૭૬
૫૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org