________________
લલિત વાય
૫૦૯
વણિકતયકથા, પરિવ્રાટકથા, અમૃતામ્રભૂપતિકથા, સ્કેન્દિલપુત્રકથા, ગુણવર્મકથા, અગ્નિશમદ્વિજકથા, ભાનુદત્તકથા, માધવકથા વગેરે. આમાં કેટલીક અવાજોર કથાઓ તો ખૂબ લાંબી છે. ધનદત્તકથા પ-૬-૭ સર્ગો રોકે છે. આ અવાજોર કથાઓના ચયનમાં પણ આ કાવ્યના કર્તા મુનિભદ્ર મુનિદેવનું અનુકરણ કર્યું છે. મુનિદેવસૂરિના શાન્તિનાથચરિત્રમાં જે અવાજોરકથાઓ મળે છે બરાબર તે જ અને તે જ ક્રમમાં પ્રસ્તુત કાવ્યમાં વિદ્યમાન છે. આ જ રીતે પ્રસ્તુત કાવ્યમાં જૈન ધર્મના તે જ બધાં તત્ત્વોનું વિવેચન થયું છે જેમનું વિવેચન મુનિદેવસૂરિએ કર્યું છે. તેવી જ રીતે આ કાવ્યમાં કથાવસ્તુ પૂર્ણતયા મુનિદેવના શાન્તિનાથચરિત્ર”ના પગલે પગલે જ ચાલી છે. તેમાં પણ મુનિભદ્ર મૌલિક સૃજનશક્તિનો પરિચય નથી આપ્યો, તો પણ આ કાવ્ય પોતાની પ્રૌઢ ભાષાશૈલી અને ઉદાત્ત અભિવ્યંજનાશક્તિથી પોતાનું આગવું સ્થાન કરી લીધું છે. આ દૃષ્ટિએ તે મૌલિક અને નવીન લાગે છે.
આ કાવ્ય ઓગણીસ સર્ગોમાં વિભક્ત છે. અનુષ્ટ્રભુમાપથી તેનું રચનાપરિમાણ ૬૨૭૨ શ્લોકપ્રમાણ છે.
ભવાન્તરો અને અવાન્તર કથાનકોના પ્રાચર્યની સાથે આ કાવ્યમાં સ્તોત્રો અને માહાભ્યોનો સમાવેશ અધિક માત્રામાં થયો છે તથા પ્રત્યેક સર્ગના પ્રારંભમાં કવિ શાન્તિનાથનું સ્તવન કરે છે, વચ્ચે વચ્ચે દેવતાઓ અને કથાનકનાં પાત્રો જિનેન્દ્રની સ્તુતિઓ કરે છે, તથા દેવતાઓ મેઘરથ વગેરે સપુરુષોની સ્તુતિઓ કરે છે. શત્રુંજયમાહાલ્ય આદિ બેએક માહાભ્ય પણ આ કાવ્યમાં છે.
આ કાવ્યમાં અનેક પુરુષ અને સ્ત્રી પાત્રો છે પરંતુ ચરિત્રચિત્રણની દૃષ્ટિએ તે બધાંમાં શાન્તિનાથ, ચક્રાયુધ, અશનિઘોષ અને સુતારા જ પ્રમુખ પાત્રો છે, તેમનાં જ ચરિત્રોનો વિકાસ થયો છે, બાકીનાં પાત્રોનાં ચરિત્રોનો નહીં. આ કાવ્યમાં પ્રકૃતિચિત્રણ ઓછું છે. ક્યાંક ક્યાંક સવાર, સાંજ, સરોવર, ઉપવન અને જુદી જુદી ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્ત્રી-પુરુષના સૌન્દર્યનું ચિત્રણ કવિએ કર્યું છે પરંતુ તેને પરંપરાગત ઉપમાનો દ્વારા જ, તો પણ આ પ્રયોગોમાં કવિની કલ્પનાઓ ઘણી બધી મૌલિક અને સુંદર
આ કાવ્યમાં સમસામયિક સામાજિક પરિસ્થિતિનું સુંદર વર્ણન થયું છે. પોતાના જમાનામાં જન્મ, વિવાહ આદિ અવસરે થતા સામાજિક-ધાર્મિક કાર્યોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org