________________
લલિત વાય
૫૦૭
તેરમા સર્ગમાં શ્રેણિક રાણી નન્દાને ગોલક અને ચલ્લણાને હાર આપે છે, તેનું વર્ણન છે. ચૌદમા સર્ગમાં રાજા શ્રેણિકની દિનચર્યાનું વર્ણન છે. પંદરમાં સર્ગમાં હારના તૂટવાનું, હારને જોડી સમો કરનારા મણિકારનું મરીને વાંદરા થવાનું, હારને જોડીને સમો કરવા માટે રાજાએ પૂરું ધન ન આપ્યું હોવાને કારણે અવસર મળતાં હારને ઉઠાવી પોતાના પુત્રોને હાર આપી દેવાનું વર્ણન છે. - સોળમા સર્ગમાં હારની ખોજ કરવા માટે અભયકુમારને આપવામાં આવેલા આદેશનું નિરૂપણ છે. સત્તરમા સર્ગમાં વાનર હાર લઈને ધ્યાનસ્થ સુસ્થિતાચાર્ય મુનિના કંઠમાં પહેરાવી દે છે અને અભયકુમાર મુનિના દર્શન માટે ત્યાં આવી પહોચે છે, તેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં આચાર્ય સુસ્થિત પાસેથી હાર મેળવી અભયકુમાર પિતાને સોંપી દે છે, અહીં કથાનકની સમાપ્તિ થાય છે.
આ કાવ્યના પ્રત્યેક સર્ગના અત્તે આગામી સર્ગની કથાનું સૂચન કરી દેવામાં આવ્યું છે.
આ કાવ્યમાં વ્યાકરણના સિદ્ધ પ્રયોગો તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમ છતાં જયાંત્યાં કવિએ પ્રકૃતિચિત્રણ પણ વિવિધ રૂપોમાં કર્યું છે. પરંતુ પુરુષ યા સ્ત્રીના સૌન્દર્યનું ચિત્રણ આ કાવ્યમાં નહિવત્ છે કારણ કે કવિનું ધ્યાન પ્રબળપણે વ્યાકરણ તરફ છે. કિન્તુ કવિની ધાર્મિક આગ્રહની પ્રબળતાને કારણે કાવ્યમાં ધાર્મિક નિયમો અને સિદ્ધાન્તોનું વિવેચન ખૂબ થયું છે.'
વ્યાકરણના પક્ષને ૧૮ સર્ગોમાં આ પ્રમાણે રજૂ કરવામાં આવેલ છે : પ્રથમ સર્ગમાં પાંચે સંધિઓ તથા કેટલાંક સર્વનામ રૂપ, બીજા સર્ગમાં શબ્દ રૂપ, ત્રીજામાં કેટલાક સર્વનામ રૂપ અને કારક, ચોથામાં સમાસ, પાંચમામાં તદ્ધિત, છઠ્ઠામાં ક્રિયાઓનાં વર્તમાનકાલિક રૂપ, સાતમામાં ભૂતકાલિક રૂપ, આઠમાથી અગીઆરમામાં ક્રિયાઓના વિવિધ સિદ્ધ રૂપ અને બારમાથી અઢારમામાં કૃદન્તના રૂપ – આ પ્રમાણે કાત– ઉપર મળતી દુર્ગવૃત્તિ અનુસાર વ્યાકરણના સિદ્ધ પ્રયોગોને પ્રદર્શિત કરવામાં કવિને પર્યાપ્ત સફળતા મળી છે.
આમ તો આ કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ શૃંગાર, કરુણ, રૌદ્ર, વીર વગેરે રસોનો પણ સારો પરિપાક દેખાય છે.
૧. સર્ગ ૫. ૧૩, ૧૪, ૧૭, ૪૨, ૬૩, ૭૭, ૮૮-૮૯; ૬. ૬૩, ૬૪, ૮૫, ૧૬૮, ૧૬૯
વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org