________________
લલિત વાય
૫૧૩
ત્યાં બાલભારતના કથાનકમાં ધારાવાહિકતાનો સારો પ્રભાવ દેખાય છે. અહીં વિવિધ ઘટનાઓમાં સામંજસ્ય સ્થાપીને સુસંગઠિત કથાનક બનાવવામાં કવિ સારા સફળ થયા છે. કવિએ મૂળ મહાભારતના કથાનકમાં કોઈ પરિવર્તન નથી કર્યું. આ કાવ્યમાં જયાં ત્યાં પાત્રોના કથોપકથનમાં નાટકીય સજીવતા વિદ્યમાન છે.
બાલભારતમાં મહાકાવ્યોનાં શાસ્ત્રીય લક્ષણોનો નિર્વાહ કરવા માટે આદિપર્વના ૭માં સર્ગમાં વસંતવર્ણન અને આઠમાંથી અગીઆરમામાં પુષ્પચયન, જલક્રીડા, ચન્દ્રોદય, મદ્યપાન, કામકેલિઓ વગેરેનાં વર્ણનો આપવામાં આવ્યાં છે. બારમા સર્ગમાં ખાંડવવનનું વર્ણન તથા સભાપર્વના ચોથા સર્ગમાં ઋતુવર્ણન અને દ્રોણ તથા ભીષ્મપર્વોમાં યુદ્ધવર્ણન અને સ્ત્રીપર્વમાં સ્ત્રીઓના વિલાપ દ્વારા કરૂણ ભાવોનું આલેખન કરવામાં આવ્યું છે. આમ વિશાલકાય મહાભારતનું સંક્ષિપ્ત રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચરિત્રચિત્રણમાં પાંડવોનું ચરિત્ર “બાલભારતમાં સૌથી અધિક વ્યાપક છે, તેઓ જ પ્રધાન પાત્રોના રૂપમાં આપણી સમક્ષ આવે છે. તેમની સાથે ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણ વગેરે પાત્રો પણ પોતાની પરંપરાગત વિશેષતાઓ સાથે નિરૂપાયાં છે. સ્ત્રીપાત્રોમાં કુત્તી, દ્રૌપદી, સુભદ્રા વગેરેનું ચરિત્રાંકન પણ સુંદર રીતે થયું છે. પ્રકૃતિચિત્રણ પણ પ્રાય: પ્રત્યેક પર્વમાં થયું છે. પોતાના યુગમાં ફેલાયેલા જાતજાતના અંધવિશ્વાસો, શુકન-અપશુકનો, શુભ-અશુભ સ્વપ્રોનાં વર્ણનો દ્વારા તત્કાલીન સમાજની સ્થિતિના એક અંશનું ચિત્રણ પણ આ કાવ્યમાં થયું છે. -
આ કાવ્યમાં જૈનધર્મના તત્ત્વોનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન ક્યાંય પણ થયો નથી કારણ કે આની રચના બ્રાહ્મણોની વિનંતીથી જ કરવામાં આવી છે. આમાં ભીષ્મ દ્વારા રાજધર્મ, આપદ્ધર્મ અને મોક્ષધર્મનો ઉપદેશ મહાભારત અનુસાર જ આપવામાં આવ્યો છે. આમાં કવિ મૌલિક નથી.
આ કાવ્યની ભાષા વૈવિધ્યપૂર્ણ, પરિમાર્જિત, પ્રાંજલ અને પ્રવાહી છે. માધુર્યગુણ અનેક સ્થળે દેખાય છે. કાવ્યમાં કર્ણકટુ શબ્દોનો નિતાન્ત અભાવ છે. તેની ભાષાશૈલીમાં ગરિમા, ભવ્યતા અને ઉદાત્તતા વિદ્યમાન છે જે અન્ય કાવ્યોમાં બહુ ઓછાં મળે છે. કવિએ પોતે બાલભારતને “વાણીવેશ્મ' તથા ભાષારૂપી પૃથ્વી ઉપર ખડું કરવામાં આવેલું શ્રેય અને શોભાનું ભવન” કહ્યું છે.
કવિએ આ કાવ્યનાં ભાવ અને ભાષાને અલંકારોથી ઉક્વલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો અધિક પ્રયોગ થયો છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org