________________
લલિત વાય
પાંડિત્યપ્રદર્શન માટે શબ્દો સાથે ૨મત કરી છે. ક્યાંક એકાક્ષર (લ) શ્લોક, ક્યાંક ક્ષર (૫ અને ૨, લ અને ક), ક્યાંક ચતુરક્ષર (ન, કે, ત અને ૨) શ્લોક, ક્યાંક ષડક્ષર (શ, ૨, વ, ય, સ, લ) શ્લોક અને ક્યાંક અંતસ્થ અક્ષરોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ રીતે કોઈ શ્લોકમાં દન્ત્ય, કોઈમાં તાલવ્ય, કોઈમાં ઓછ્ય, કોઈમાં મૂર્ધન્ય, તો કોઈમાં સંયુક્તાક્ષરોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.' મહાકવિ માઘના શિશુપાલવધની જેમ જ કવિએ આ કાવ્યના પૂરા ૧૪મા સર્ગને ચિત્રાલંકારથી ચિત્રિત કર્યો છે. તેમાં સશરશરાસનબન્ધ, ગોમૂત્રિકાબન્ધ, મુરજબન્ધ, ષોડશદલકમલબન્ધ, ખડ્ગબન્ધ, સર્વતોભદ્ર, કવિનામાંકશક્તિબન્ધ વગેરેની રચના કરવામાં આવી છે. આમ ૧૪મા સર્ગમાં શબ્દાલંકારોની ભરમાર છે. આ સર્ગ સિવાય સર્વત્ર અર્થાલંકારના પ્રયોગમાં કવિએ સ્વાભાવિકતાનું ધ્યાન રાખ્યું છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, અનન્વય, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિ, પરિસંખ્યા વગેરે અલંકારોનાં સુંદર ઉદાહરણો આ કાવ્યમાં વિદ્યમાન છે.
૫૦૧
આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં અલગ અલગ છંદોનો પ્રયોગ થયો છે અને સર્ગના અંતે છંદ બદલવામાં આવ્યો છે. કુલ મળીને ૨૧ છંદોનો પ્રયોગ થયો છે. છઠ્ઠા સર્ગમાં એક અજ્ઞાતનામા અર્ધસમ વર્ણિક છન્દ (ન ન ર ય સ ભ ૨ ય)નો પ્રયોગ થયો છે.
કવિપરિચય અને રચનાકાલ કાવ્યના છેલ્લા સર્ગમાં કવિએ પ્રશસ્તિમાં પોતાનો, પોતાની વંશપરંપરાનો અને પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. તે મુજબ તેના કર્તા વસ્તુપાલ છે. તે ધોળકા (ગુજરાત)ના રાજા વીરધવલ તથા તેમના પુત્ર વીસલદેવના મહામાત્ય હતા. તે જૈનધર્મના તેમજ ગુજરાતના ઈતિહાસમાં એક અદ્વિતીય વ્યક્તિ થઈ ગયા. તેમના અનેકવિધ ગુણોની પ્રશંસા તત્કાલીન લેખકોએ ખૂબ કરી છે. તે વીર યોદ્ધા અને નિપુણ રાજનીતિજ્ઞની સાથે સાથે વિદ્વાન કવિ અને કાવ્યમર્મજ્ઞ પણ હતા. નરનારાયણાનન્દ ઉપરાંત શત્રુંજયમંડન, આદિનાથસ્તોત્ર, ગિરિનારમંડન, નેમિનાથસ્તોત્ર, અંબિકાસ્તોત્ર વગેરે અનેક સ્તોત્રોની રચના તેમણે કરી છે. તેમણે રચેલાં સુભાષિતો જલ્હણની
૧. સર્ગ ૧૪. ૩, ૫, ૧૩, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૮, ૨૯, ૩૩, ૪૨ વગેરે. ૨. સર્ગ ૧૪. ૯, ૧૧, ૧૬, ૧૭, ૨૭, ૩૪.
૩. સર્ગ ૧. ૨૩, ૪૨; ૩.૪; ૮. ૨૯, ૩૭; ૧૧. ૭, ૧૩; ૧૨. ૫૪, ૬૬, ૭૯; ૧૩.
૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org