________________
પ00
જૈન કાવ્યસાહિત્ય
વર્ણવવામાં આવેલ છે. બારમા સર્ગમાં સુભદ્રાનું કામદેવની પૂજા માટે રૈવતક પર્વત ઉપર જવું તથા અર્જુને તેને પોતાના રથમાં બેસાડી તેનું અપહરણ કરવું, બલરામે અર્જુન સાથે યુદ્ધ માટે તૈયાર થવું, શ્રીકૃષ્ણ બલરામને સમજાવવું વર્ણવાયું છે. તેરમા સર્ગમાં સેનાપતિ સાત્યકિની સેના સાથે અર્જુનનું યુદ્ધ આલેખાયું છે. ચૌદમાં સર્ગ “અર્જુનાવર્જન'માં બલરામ અને શ્રીકૃષ્ણ યુદ્ધને શાન્ત કરવું અને પંદરમાં સર્ગમાં બલરામ દ્વારા અર્જુન અને સુભદ્રાનો વિવાહ વર્ણવાયેલ છે.
આમ આ કાવ્ય મહાભારતના લઘુપ્રસંગને મહાકાવ્યોચિત વિધિથી વિસ્તારપૂર્વક આલેખે છે. પર્વત, ઋતુ, સંધ્યા આદિનાં વર્ણનો કથાવસ્તુના વિકાસમાં શિથિલતા પેદા કરે છે. કથાવસ્તુની ધારાવાહિકતા પણ આ વર્ણનોથી વિચ્છિન્ન થઈ છે. પરંતુ કવિએ કેટલાંક પ્રાચીન કાવ્યોને – શિશુપાલવધ અને કિરાતાજુનીયમુને – આદર્શ બનાવીને પોતાના આ કાવ્યની રચના કરી છે, તેથી તે આ દોષોના દોષી નથી. પેલાં કાવ્યોમાં પણ આ દોષો વિદ્યમાન છે. તે કાવ્યોની જેમ જ નરનારાયણાનન્દમાં પણ કથાનક ગૌણ અને વસ્તુવ્યાપારવર્ણન અને અલંકૃત પ્રકૃતિચિત્રણ પ્રધાન બની ગયેલ છે.
આ કાવ્યનાં બધાં પાત્રો પૌરાણિક છે. તેથી તેમનાં ચરિત્રના વિકાસમાં પૌરાણિક રૂપની રક્ષા કરવામાં આવી છે. તેમાં શ્રીકૃષ્ણ અને અર્જુનનાં ચરિત્ર વિશેષ મહત્ત્વ ધરાવે છે, તે બન્ને આદિથી અંત સુધી દેખાય છે.
પ્રકૃતિચિત્રણનું ભવ્ય રૂપ આ કાવ્યમાં દષ્ટિગોચર થાય છે. પ્રકૃતિનાં વિભિન્ન રૂપોનું સૌન્દર્યચિત્રણ કરવામાં કવિએ પૂરતું ધ્યાન આપ્યું છે. પાત્રોના સૌન્દર્યવર્ણનમાં કેવળ સુભદ્રાના સૌન્દર્યનું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે, અન્ય કોઈ પાત્રનું નહિ.
રસની દૃષ્ટિએ આમાં શૃંગારરસની પ્રધાનતા છે. શૃંગારરસને અનુકૂળ સુરાપાન, સુરત, વનક્રીડા, પુષ્પાવચય, દોલા અને જલક્રીડાનાં વર્ણનો છે. અન્ય રસોમાં રૌદ્ર, વીર અને ભયાનક પણ પ્રસંગે પ્રસંગે દેખાય છે. આ કાવ્યમાં હાસ્ય, કરુણ અને શાન્તરસનો અભાવ છે. - ભાવાનુકૂળ ભાષા, રીતિ, ગુણ, અલંકાર અને છંદની યોજનાની દૃષ્ટિએ પણ આ એક ભવ્ય અને પ્રૌઢ કાવ્ય છે. આ કાવ્યની ભાષા ભાવ અને પરિસ્થિતિને અનુરૂપ જ ક્યાંક કોમળ, ક્યાંક મધુર અને ક્યાંક ઓજસ્વિની છે.આ કાવ્યની ભાષાગત વિશેષતાઓમાં રૂપપરિવર્તનની ક્ષમતા, કાન્તિ અને પ્રસાદગુણતા, ચિત્રાત્મકતા અને પ્રભાવોત્પાદકતા સર્વત્ર જોવા મળે છે. આ કાવ્યમાં એક સર્ગ (૧૪મો) એવો પણ છે જ્યાં ભાષામાં અતિદુરહતા અને કૃત્રિમતા છે. તેમાં કવિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org