________________
૫૦૪
શૈલીનાં મહાકાવ્યોથી વિપરીત આ કાવ્યમાં અવાન્તર અને પ્રાસંગિક કથાઓનો અભાવ છે, અને સાથે સાથે ઉપદેશાત્મકતા યા દેશનાઓનો પણ અભાવ છે. કેવળ દસમા સર્ગમાં જિનેન્દ્રકૃત જીવાજીવાદિ તત્ત્વોના નિરૂપણનો સંકેત માત્ર કરવામાં આવ્યો છે.
આ કાવ્યમાં કોમલ રસોનું જ ચિત્રણ થયું છે. તેથી વીર, રૌદ્ર, બીભત્સ અને ભયાનક રસોનો સદંતર અભાવ છે. આ એક વૈરાગ્યમૂલક કાવ્ય છે. તેથી તેમાં શાન્તરસની પ્રધાનતા છે. જ્યાંત્યાં હાસ્ય અને વાત્સલ્યરસનાં પણ દર્શન થાય છે.
આ કાવ્યની ભાષા પ્રૌઢ અને સરસ છે. તેની ભાષાનો સૌથી મોટો ગુણ એકરૂપતા છે. તેમાં ક્યાંય અધિક ક્લિષ્ટતા અને અવ્યવસ્થા નથી. આ કાવ્યની ભાષાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અલંકારોથી સુશોભિત છે. આખા કાવ્યમાં ભાગ્યે જ એવો શ્લોક મળે જે અલંકારથી રહિત હોય. પરંતુ અલંકારોનો પ્રયોગ સ્વાભાવિક રીતે કરવામાં આવ્યો છે, સાયાસ મારીમચડીને નહિ. શબ્દાલંકારોમાં અનુપ્રાસ તથા અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, ભ્રાન્તિમાન્ અને પરિસંખ્યાનો પ્રયોગ કાવ્યમાં બહુ થયો છે. અન્ય અલંકારોમાં રૂપક, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિ આદિ પણ દર્શનીય છે. આ કાવ્ય ઉપર એક સારી ટીકા લખાઈ છે, તેમાં પ્રત્યેક શ્લોકના અલંકારનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદને બદલવામાં આવ્યો છે. પહેલા, બીજા, ચોથા અને પાંચમા સર્ગમાં ઉપજાતિ છંદનો પ્રયોગ થયો છે. છઠ્ઠા અને દસમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કુલ મળીને ૧૨ છંદોનો પ્રયોગ થયો છે.
કવિપરિચય તથા રચનાકાલ કવિએ આ કાવ્યના અંતે કોઈ પ્રશસ્તિ આપી નથી, તો પણ દસમા સર્ગના ૬૩મા શ્લોક ઉપરથી જણાય છે કે તેના કર્તાનું નામ અર્હદાસ છે. આ કાવ્ય ઉપરાંત અર્હદાસકૃત બે અન્ય કૃતિઓ મળે છેઃ પુરુદેવચમ્પૂ અને ભવ્યકંઠાભરણ. પ્રસ્તુત કાવ્ય અને ઉપર્યુક્ત કૃતિઓના કેટલાક શ્લોકોમાંથી જાણવા મળે છે કે અર્હદાસના કાવ્યગુરુ પં. આશાધર હતા. પં.
જૈન કાવ્યસાહિત્ય
—
૧. સર્ગ ૮. ૩-૪; ૨. ૩૦-૩૧
૨. સર્ગ ૫. ૩૧; ૬. ૩૧; ૭.૭
૩. ‘અર્હદાસ: સમન્ચુમિત’, ‘અર્હદ્દાશોયમિત્યું ખિનપતિવ્રુતિ' વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org