________________
૫૦૨
‘સૂક્તિમુક્વાવલી’ અને શાર્કધરની ‘શાńધરપદ્ધતિ'માં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. ‘પ્રબન્ધચિન્તામણિ' (મેરતુંગ), ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ (જયશેખર), ‘વસ્તુપાલચરિત’ (જિનહર્ષ) અને ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ' વગેરે ગ્રન્થોમાં પણ વસ્તુપાલની સૂક્તિઓ મળે છે.
સમકાલીન અભિલેખો અને કાવ્યોમાં વસ્તુપાલનાં કેટલાંય બિરુદો મળે છે, જેમકે સરસ્વતીધર્મપુત્ર, કવિકુંજર, કવિચક્રવર્તી, વાન્દેવતાસુત, કૂચલસરસ્વતી, સરસ્વતીકંઠાભરણ વગેરે. તે અનેક કવિઓના આશ્રયદાતા પણ હતા. તેમના સાહિત્યમંડલમાં રાજપુરોહિત સોમેશ્વર, હરિહર, નાનાકપંડિત, મદન, સુભટ, મંત્રી યશોવીર અને અરિસિંહ હતા. અન્ય કવિઓ અને વિદ્વાનો જેમકે અમરચન્દ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરચન્દ્રસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, બાલચન્દ્રસૂરિ, જયસિંહસૂરિ, માણિક્યચન્દ્રસૂરિ વગેરે મુનિગણ વસ્તુપાલના ગાઢ સંપર્કમાં હતા.
પ્રશસ્તિ અનુસાર વસ્તુપાલનું બીજું નામ વસન્તપાલ હતું. તે અણહિલ્લપત્તનના એક શિક્ષિત કુટુંબમાં જનમ્યા હતા. તેમના પ્રપિતામહ ચંડપ ગૂર્જરનરેશની રાજસભાના દરબારી હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ યા આશારાજ હતું તથા માતાનું નામ કુમારદેવી હતું. પોતાના માતાપિતાના પુણ્યાર્થ વસ્તુપાલે ગિરનાર વગેરે કેટલાંય તીર્થોની યાત્રા કરી હતી. તેમના ગુરુ વિજયસેનસૂરિ
હતા.
જૈન કાવ્યસાહિત્ય
૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ.૫૫ ૨. એજન, પૃ. ૬૦-૧૧૬
૩. સર્ગ ૧૬. ૩૮
૪. સર્ગ ૧૬.૧૬
૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૮
પ્રસ્તુત કાવ્યનો રચનાકાલ આપવામાં આવ્યો નથી. વસ્તુપાલે આદિનાથનાં બે મંદિરોનું નિર્માણ સં. ૧૨૮૭ (આબુ પર્વત ઉપર) અને સં. ૧૨૮૮ (ગિરનાર પર્વત ઉ૫૨)માં કરાવ્યું હતું. તેનો ઉલ્લેખ આ કાવ્યમાં નથી. તેમણે સં. ૧૨૭૭માં શત્રુંજયની યાત્રા કરી હતી અને આદિનાથસ્તોત્રની રચના કરી હતી. તેના પછી જ આ કાવ્યની રચના કરવામાં આવી છે. તેથી અનુમાન થાય છે કે સં. ૧૨૭૭ અને ૧૨૮૭ વચ્ચે તેમણે આ કાવ્ય રચ્યું છે. વસ્તુપાલનો સ્વર્ગવાસ માઘ કૃષ્ણા ૫ સં. ૧૨૯૬ (સન્ ૧૨૪૦)માં થયો હતો.પ
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org