________________
૪૯૮
જૈન કાવ્યસાહિત્ય
ધાર્મિક તત્ત્વોનું નિરૂપણ પ્રધાન થઈ ગયું છે. આ નિરૂપણમાં કંઈક શાસ્ત્રાર્થ શૈલી અપનાવવામાં આવી છે. તર્કોના આધારે સર્વજ્ઞસિદ્ધિ પણ કરવામાં આવી છે.૧
આ કાવ્યમાં વિવિધ રસોનો પરિપાક થયો છે. તેમાં વીરરસ પ્રધાન છે. વીરરસના સહાયકના રૂપમાં રૌદ્ર અને ભયંકર રસોનો પરિપાક થયો છે. તે ઉપરાંત અંગરૂપમાં વાત્સલ્ય, શૃંગાર અને શાન્તરસ પણ વિદ્યમાન છે. જે
આ કાવ્યની ભાષા શુદ્ધ અને સરલ છે. ભાષા ઉપર કવિનું પૂર્ણ પ્રભુત્વ દેખાય છે. તેમાં ક્લિષ્ટતા અને અસ્વાભાવિકતાનો સંપૂર્ણ અભાવ છે. પ્રસંગને અનુકૂળ રૂપપરિવર્તનની ક્ષમતા આ કાવ્યની ભાષાની વિશેષતા છે. ભાષામાં લોકોક્તિઓ અને સૂક્તિઓનો સારો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેને પરિણામે ભાષા અધિક પ્રભાવશાળી બની ગઈ છે. તેવી જ રીતે કાવ્યની ભાષા શબ્દાલંકારો અને અર્થાલંકારોથી સુશોભિત છે. તેમાં શ્રુતિમધુર અનુપ્રાસો અને યમક આદિ શબ્દાલંકારોના પ્રચુર પ્રયોગો થયા છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉભેક્ષા, રૂપક, અતિશયોક્તિ, સહોક્તિ વગેરે અનેક અલંકારોની યોજના થઈ છે.
આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં પ્રધાનત: એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. કવિનો પ્રિય છંદ ઉપજાતિ જણાય છે. તેનો પ્રયોગ પહેલા, છઠ્ઠા, દસમા, ચૌદમા, સત્તરમા અને ઓગણીસમા સર્ગોમાં થયો છે. આ કાવ્યમાં કુલ મળીને ૧૮ છંદોનો પ્રયોગ થયો છે.
અનુષ્ટ્રભુમાપથી આ કાવ્યની શ્લોકસંખ્યા ૨૨૦૦ છે. પ્રકાશિત રચનામાં ૧૫૪૮ પદ્યો છે.
કર્તા અને રચનાકાલ – કવિએ કાવ્યના અંતે એક પ્રશસ્તિ આપી છે. તેના પ્રમાણે કર્તા અભયદેવસૂરિ છે. તેમણે ઉક્ત પ્રશસ્તિમાં પોતાની ગુરુપરંપરા આપતાં લખ્યું છે કે ચન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા, તેમના શિષ્ય નવાંગીટીકાકાર અભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય પ્રસિદ્ધ વિદ્વાન જિનવલ્લભસૂરિ થયા, તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા, તેમના શિષ્યનું નામ
૧. સર્ગ ૧૫.૮, ૧૦, ૧૨, ૧૭, ૨૨-૪૨ વગેરે ૨. સર્ગ ૧૦. ૨૭-૨૮, ૯, ૩૮-૩૯; ૪. ૯-૧૨, ૧૪; ૧૬. ૩૭; ૬. ૯૬-૯૭; ૧૮. - પ૦, ૫૫-૫૬ વગેરે. ૩. સર્ગ ૫. ૨૮, ૩પ, પદ, પ૭; ૧૩. ૧૦૯; ૧૯. ૪૬ ४. द्वाविंशतिशतमानं शास्त्रमिदं निर्मितं जयतु ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org