________________
૪૯૬
જેન કાવ્યસાહિત્ય
સર્ગો અનુસાર આ કાવ્યનું સંક્ષિપ્ત કથાનક આ પ્રમાણે છે : પ્રારંભમાં આઠ શ્લોકોમાં મંગલાચરણ અને ૬ પદ્યોમાં સજ્જનદુર્જનસ્વભાવવિવેચન પછી કથાનો આરંભ થાય છે. ત્યાર પછી મગધ દેશની જયન્તી નગરીના રાજા વિક્રમસિંહ, તેમની રાણી પ્રીતિમતી અને મંત્રી સુબુદ્ધિનો પરિચય આપવામાં આવ્યો છે (૧ સર્ગ). ત્યાર પછી હાથણી અને ગજશિશુને જોઈને રાણીને સંતાન ન હોવાથી ઉદાસીનતા થાય છે, રાજા પ્રાણોની બાજી લગાવીને પણ રાણીની ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા કરે છે (ર સર્ગ). મત્રી સુબુદ્ધિ પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના સાધન તરીકે પંચપરમેષ્ઠિ મંત્ર બતાવે છે, ઉદાહરણ તરીકે ધનાવહ શેઠની કથા કહેવામાં આવે છે, ધનાવહે ઉક્ત મંત્રના પ્રભાવે અનેક વિપત્તિઓ પાર કરી હતી (૩ સર્ગ). પછી રાજાએ રાતે નગરવીક્ષા કરવી, નારીચીત્કારનું અનુગમન કરી નમસ્કાર મંત્રના બળે એક દેવને પરાસ્ત કરવો અને તેની પાસેથી મુક્તાહાર પ્રાપ્ત કરવો અને આગળ જતાં એક કન્યાની બલિ ચડાવવા તત્પર એક યોગીને પરાસ્ત કરી કન્યાને પ્રાપ્ત કરવી – આ બધું વર્ણવાયું છે (૪ સર્ગ). કન્યાના પરિચયથી જાણ થવી કે તે પોતાની રાણીની બહેન છે. પછી એક દેવતા યોગીનો અને રાજા વિક્રમસિંહનો પૂર્વજન્મ વર્ણવે છે (૫ સર્ગ). ત્યાર બાદ રાજાએ કન્યાને તેના પિતા પાસે લઈ જવી, કન્યાના પિતાએ કન્યાના વિવાહ રાજા વિક્રમસિંહ સાથે કરવા, નવવિવાહિતા પત્ની સાથે રાજાને પોતાની નગરીમાં પાછા આવવું અને દેવતાએ આપેલો મોતીનો હાર રાણી પ્રીતિમતીને દેવો, રાણીએ ગર્ભ ધારણ કરવો અને વખતસર રાણીને જયન્ત નામના પુત્રને જન્મ દેવો – આ બધું આલેખાયું છે (૬ સર્ગ). પછી જયન્ત યુવાન થતાં તેનું યુવરાજ થવું અને વસત્તત્રતુમાં વનશ્રી જોવા ઉપવન જવું વર્ણવાયું છે (૭ સર્ગ). તે પછી દોલાન્દોલન, પુષ્પાવચય, જલકેલિ, સૂર્યાસ્ત અને ચન્દ્રોદયનું વર્ણન છે અને સંધ્યા સમયે રાજધાનીમાં યુવરાજના પાછા આવવાનું સૂચન કરવામાં આવ્યું છે. (૮ સર્ગ)
એક વાર સિંહલનરેશના હાથીનું જયન્તી નગરીમાં ભાગી આવવું, રાજાની આજ્ઞાથી હાથીને પકડવો, સિંહલનરેશના માંગવા છતાં હાથીને પાછો ન આપવો, સિંહલનરેશે આક્રમણ કરવું અને તેનો સામનો કરવા જયન્ત સસૈન્ય જવું સર્ગ નવમામાં આલેખાયું છે. ત્યાર બાદ સિંહલનૃપના મૃત્યુનું તથા જયન્તની વિજયયાત્રાનું વર્ણન છે (સર્ગ ૧૦). પછી જયન્તના દિગ્વિજયનું વર્ણન આવે છે (૧૧ સર્ગ).
ત્યાર પછી ગગનવિલાસપુરના રાજાની પુત્રી કનકવતીના વિવાહાથે દેવતાએ જયન્તનું અપહરણ કરવું અને જયન્ત એક જિનમંદિરમાં જઈ ધર્મસૂરિ મુનિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org