________________
લલિત વાય
૪૯૭
મુખે દેશના સાંભળવી, એનું વર્ણન છે (૧૨ સર્ગ). પછી જયન્ત-કનકવતીના વિવાહનું વર્ણન છે (૧૩ સર્ગ). વિવાહ પછી ઈષ્યવશ આક્રમણ કરનાર રાજા મહેન્દ્રના યુદ્ધમાં વધનું વર્ણન છે (૧૪ સગ). - ત્યાર બાદ જયન્તના પિતા વિક્રમસિંહને મુનિના ઉપદેશથી સમ્યક્તની પ્રાપ્તિ, વાદવિવાદમાં મુનિએ એક બ્રાહ્મણને હરાવવો અને તે બ્રાહ્મણને સભામાંથી કાઢી મૂકવો, તે સમયે જયન્તનું પાછું આવવું (૧૫ સર્ગ) અને એક સ્વયંવરમાં જઈ રતિસુંદરી દ્વારા પસંદ થવું (૧૬ સર્ગ), વિદ્યાદેવી દ્વારા જયન્ત અને રતિસુંદરીના પૂર્વભવનું વર્ણન (૧૭ સર્ગ), જયન્ત રતિસુંદરી સમક્ષ કરેલું ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુનું વર્ણન, રતિસુંદરીના પિતાએ જયન્તને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો તેનું વર્ણન (૧૮ સર્ગ). ત્યાર પછી પિતાનું આમંત્રણ મળતાં જયન્તનું હસ્તિનાપુરથી જયન્તી નગરી પહોંચી જવું, પિતા પાસેથી રાજ્યભાર ગ્રહણ કરવો, વિક્રમસિંહે દીક્ષા લેવી તથા જયન્ત નીતિપૂર્વક પ્રજાપાલન કરવું અને જિનેન્દ્રભક્તિનો પ્રચાર ' કરવો અને સૌધર્મયતિનું સમ્માન પ્રાપ્ત કરવું, અત્તે સત્પાત્રદાનનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે (૧૯ સર્ગ).
આ કાવ્યની કથાવસ્તુમાં ક્યાંક ક્યાંક પૂર્વભવોના વર્ણનના કારણે કથાપ્રવાહમાં શિથિલતા જણાય છે પરંતુ ધારાવાહિકતા અવિચ્છિન્ન છે. નવમા, દસમા અને ચૌદમા સર્ગના યુદ્ધપ્રસંગોમાં પાત્રોના કથોપકથનથી નાટકીય સજીવતા દષ્ટિગોચર થાય છે. વસ્તુતઃ જયન્તવિજયની કથાસામગ્રી સરલ, વ્યાપક અને સુસમ્બદ્ધ છે. આમાં કેટલાંય પાત્રો છે પરંતુ વિક્રમસિંહ અને જયન્તનાં ચરિત્રનો સારો વિકાસ થયો છે. પ્રકૃતિચિત્રણ પણ કાવ્યમાં વ્યાપકપણે કરવામાં આવ્યું છે. દેશો અને ઋતુઓના વર્ણનમાં તેનું ઉદાત્ત દર્શન થાય છે. પ્રકૃતિસૌન્દર્યની જેમ માનવસૌન્દર્યનાં વિવિધ પાસાંઓનું ચિત્રણ પણ કવિએ આ કાવ્યમાં કર્યું છે.
આ કાવ્યમાં તત્કાલીન સામાજિક પરંપરાઓની ઝલક પણ જ્યાંત્યાં જોવા મળે છે. કાવ્યનું પ્રધાન લક્ષ્ય જયન્તકથા દ્વારા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનો મહિમા દર્શાવવાનું છે. એમ તો કવિએ જૈનધર્મના નિયમો અને સિદ્ધાન્તોના પ્રતિપાદનમાં અધિક વિસ્તૃત વિવરણ પ્રસ્તુત નથી કર્યું તો પણ પંદરમા સર્ગમાં
૧. સર્ગ ૮. ૬૦, ૬૮; ૧૨. ૩૩; ૧૪. ૧૫, ૧૮-૧૯, ૩૬; ૧૮.૧૯ વગેરે ૨. સર્ગ ૧. ૬૭-૬૯; ૧૩. ૩૫; ૧૭. ૮૪ ૩. સર્ગ ૧૯. ૧૨, ૫૮; ૧૩. પ૧, ૮૧, ૮૪, ૯૪; ૧૬, ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org