________________
४८४
જૈન કાવ્યસાહિત્ય
તેવી જ રીતે આ કાવ્યમાં જૈનધર્મના નિયમો યા દાર્શનિક સિદ્ધાન્તોનું વિવેચન પણ નહિવત છે. ત્રીજા સર્ગમાં ગુણાઢ્યસૂરિની દેશનાનો સંકેત માત્ર કરવામાં આવ્યો છે. પરંતુ પરોક્ષ રીતે જૈનધર્મની મહત્તાનું પ્રતિપાદન કરવું એ આ કાવ્યનું પ્રયોજન છે.
આ કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ અન્ય રસોની અભિવ્યક્તિ પણ થઈ છે. આઠમા સર્ગમાં સનકુમારની બાલક્રીડાઓના વર્ણનમાં વાત્સલ્યરસનોર સુન્દર ઉદ્રક થયો છે. દસમા સર્ગમાં સનકુમારની ખોજના સમયે અટવીના વર્ણનમાં ભયાનકરસ તથા મૃત વિષ્ણુશ્રીના દુર્ગન્ધ મારતા શબના ચિત્રણમાં બીભત્સ રસની નિષ્પત્તિ કરવામાં આવી છે. અશનિઘોષ અને સનસ્કુમાર વચ્ચેના યુદ્ધવર્ણનમાં વીરરસ" જોઈ શકાય છે.
ભાષા, રીતિ, ગુણ અને અલંકારની દૃષ્ટિએ પણ આ કાવ્ય મહનીય છે. ભાષામાં ગરિમા અને ઉદાત્તતા છે. રસો અને ભાવનાઓને અનુકુળ ભાષા પ્રવાહિત થઈ છે. જ્યાંત્યાં કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ પણ થયો છે.” કેવળ એક સર્ગ એકવીસમાની ભાષામાં પાંડિત્યપ્રદર્શન કરવામાં આવ્યું છે જેને સમજવા માટે બૌદ્ધિક વ્યાયામ કરવો પડે છે. આમાં ચિત્રબન્ધનાં વિવિધ ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. આ જ સર્ગમાં શબ્દાલંકારોની છટાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે પરંતુ અન્ય સર્ગોમાં સ્વાભાવિકતાની રક્ષા કરીને જ અર્થાલંકારોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપમા, ઉન્મેલા અને રૂપકનો પ્રયોગ પ્રચુરતાથી થયો છે. અન્ય અલંકારોમાં સજેશ, ઉદાહરણ, સંભાવના, વિશેષોક્તિ, પરિસંખ્યા, એકાવલી, મુદ્રા આદિ દર્શનીય છે.
આ કાવ્યના સર્ગોમાં પ્રાયઃ એક છંદનો જ પ્રયોગ થયો છે અને સર્ગના અત્તે છંદ બદલવામાં આવ્યો છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં કુલ મળીને ચોત્રીસ છંદોનો પ્રયોગ થયો છે. સૌથી વધુ ઉપજાતિ, અનુષ્ટપુ અને વંશસ્થનો પ્રયોગ થયો છે. અપરિચિત યા અલ્પપરિચિત
૧. સર્ચ ૨૩. ૮-૧૧; ૧૬.૬; ૧૮. ૧૪-૨૨ ૨. સર્ગ ૮.૫, ૨૩ ૩. સર્ગ ૧૦, ૨૭, ૩૧, ૩૪ ૪. સર્ગ ૩, ૩૧-૩૫ ૫. સર્ગ ૨૦ ૬. સર્ગ ૧. ૮૪; ૨.૩, ૮૮, ૯૦; ૫. ૪; ૧૮, ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org