________________
લલિત વાદથ
૪૯૩
આવે છે, તેનું વર્ણન છે. ૯-૧૧મા સર્ગોમાં સનકુમારના અપહરણનું, તેના મિત્ર દ્વારા તેની ખોજનું અને પ્રાપ્તિનું વર્ણન છે. ૧૨-૨૨ સર્ગોમાં સનકુમારના સૂચનથી તેની પત્ની બકુલમતી અશ્વ દ્વારા સનકુમારના અપહરણથી શરૂ કરી સનકુમારે કરેલ યક્ષવિજયનું, સનકુમારના ભાનવેગની આઠ કન્યાઓ સાથે વિવાહ આદિનું, સનકુમારના અશનિઘોષ સાથે યુદ્ધનું અને બકુલમતી આદિ કન્યાઓ સાથે તેના વિવાહનું વર્ણન કરે છે. આ પ્રસંગમાં ચૌદમા અને સોળમા સર્ગમાં ક્રમશઃ ચન્દ્રોદય અને શરદ ઋતુનું વર્ણન છે. બાવીસમા સર્ગના અન્ત માહિતી મળે છે કે સનકુમાર પોતાના માતાપિતાને મળવા માટે નીકળી પડે છે.
તેવીસમા સર્ગમાં સનકુમારનો નગરપ્રવેશ, કેટલોક સમય વીત્યા પછી સનકુમારનું સૌન્દર્ય જોવા એક દેવનું આગમન અને તેની કાન્તિને અચાનક ક્ષણ થતી જોઈ ૬ મહિનામાં મૃત્યુની સંભાવના જણાવી જતા રહેવું, તે સાંભળી સનકુમારને વૈરાગ્ય થવો – આ બધું વર્ણવાયું છે.
ચોવીસમા સર્ગમાં સનકુમારે વ્રત-ઉપવાસ કરવાં, તેમના શરીરમાં સાત ભયંકર વ્યાધિઓ થવી, દેવ વડે સનકુમારની પરીક્ષા, છેવટે પંચપરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરી સનકુમારનું મોક્ષગમન વર્ણવાયું છે. અહીં કાવ્ય સમાપ્ત થાય છે.
આ કાવ્યનું કથાનક સારું સંગઠિત અને વ્યવસ્થિત છે. બધી ઘટનાઓ એકબીજી સાથે સંબદ્ધ છે, તેથી કથાનકમાં અવિચ્છિન્નતા અને ધારાવાહિકતા છે. તેમાં અન્ય પૌરાણિક મહાકાવ્યોમાં મળતા દોષો અર્થાત્ અવાન્તર કથાઓની યોજના લા લાંબાં વર્ણનોનો અભાવ છે.
સનકુમારચરિત્રમાં અનેક પાત્રો છે પરંતુ તે બધાંમાં સનસ્કુમારના પાત્રનો સારી રીતે વિકાસ કરવામાં આવ્યો છે. અન્ય પાત્રોમાં અશ્વસેન (પિતા), મહેન્દ્ર (મિત્ર), બકુલમતી (પત્ની) વગેરે છે. પ્રકૃતિચિત્રણ પણ આ કાવ્યમાં વિવિધ રૂપોમાં થયું છે. ચૌદમો અને સોળમો સર્ગ આ બાબતમાં સારાં ઉદાહરણો રજૂ કરે છે, અન્ય સર્ગોમાં પણ પ્રકૃતિનાં વ્યાપક રૂપો મળે છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ નખશિખ વર્ણન કર્યું છે, તેમાં પણ સ્વાભાવિક સૌન્દર્યનું, નહિ કે પ્રસાધનસામગ્રીથી અલંકૃત સૌન્દર્યનું. સામાજિક ચિત્રણમાં કવિએ વૈવાહિક રીતરિવાજો સિવાય અન્ય સામાજિક પરંપરાઓનું વર્ણન પ્રાયઃ નથી કર્યું.
૧. સર્ગ ૧૦. ૬૧, પ, ૬૪, ૬૫; ૧૧.૫, ૧૪; ૧૨. ૪૧, દ૯; ૧૫.૧૪; ૧૬.૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org